________________
તર્કભાષા વાર્તિકમ્
૨૨૦ परिमाणपृथक्त्वसंयोगविभागगुणवती। पूर्वादिप्रत्ययैरनुमेया। तेषामन्यनिमित्तासंभवात् । पूर्वस्मिन् पश्चिमे वा देशे स्थितस्य वस्तुनस्तादवस्थ्यात् सा चैकापि सवितुस्तत्तद्देशसंयोगोपाधिवशात् प्राच्यादिसंज्ञां लभते ।
वस्तुतस्तु दिक्कृतपरत्वापरत्वयोर्भिन्ना जातिः कालकृतपरत्वापरत्वयोर्भिन्ना जातिरिति तत्तज्जातिपुरस्कारेणैव परत्वापरत्वादे लक्षणत्वमिति पूर्वादीनि परत्वापरत्वाविशेषानुमेयत्वमस्याः ।
પ્રશ્ન :- આ (કાળ) દિશા(થી ઉત્પન્ન થતાં પરત્વ અપરત્વ)થી વિપરીત પરત્વ-અપરત્વથી કેવી રીતે અનુમેય છે ?
ઉત્તર :- કહેવામાં આવે છે કે વૃદ્ધ પુરૂષ (દિશાની દૃષ્ટિએ) સમીપ હોય અને તેની સાથે અપરત્વ (સમીપતા)નો વ્યવહાર કરી શકાય, તેમ હોવા છતાં પણ તે (ગપરત્વ) તેનાથી વિપરીત (કાળની દષ્ટિએ) પરત્વની પ્રતીતિ થાય છે. તેમજ યુવાન પુરૂષ દૂર હોય (વ્યવહિત) અને (દિશાની દષ્ટિએ રહેલા) દૂરત્વને લીધે તેની બાબતમાં પરત્વ (દૂરતા)નો વ્યવહાર કરી શકાતો હોય, તો પણ (કાળની દૃષ્ટિએ) તેનાથી વિપરીત એવાં અપરત્વ (=સમીપતા નાના હોવા પણાં)ની જ પ્રતીતિ થાય છે. તેથી દિશાને લીધે થતાં પરતાપરત્વથી વિપરીત એવા પરત્વ-અપરત્વ એ કાર્ય છે. તેઓ કાળને જ તેનાં કારણ) તરીકે અનુમિત કરાવે છે.
દિશાથી ઉત્પન્ન થનાર પરવાપરત્વ ભિન્ન પરત્વાપરત્વથી કાળનું અનુમાન થાય છે. એમ લક્ષણ થાય છે.
હકીકતમાં દિકકૃત પરત્વાપરત્વની ભિન્ન જાતિ છે. અને કાળકૃત પરત્વાપરત્વની ભિન્ન જાતિ છે. એટલે તે તે જાતિના આધારે પરવાપરત્વકાળ, દિશાના લક્ષણ બને છે. કાલકૃત અને દિફક્ત પરત્વ-અપરત્વ એ જુદી જુદી જ જાતિઓ છે, તેથી કુલ ચાર અલગ અલગ જાતિઓ માની. તાત્ નાતિ નો અર્થ.
“ નૌઃ સાાતિવા” માં જેમ લક્ષ્ય સાધ્ય છે, લક્ષણ એ હેતુ છે. તેમ બધે લક્ષણ એ લક્ષ્યને જણાવતો હેતુ હોય છે. અહીં કાલ અને દિશાને પણ પરવાપરત્વથી અનુમેય કહ્યા છે, તેથી પરત્વાપરત્વ એ લક્ષણ થયા. પણ