________________
૨૧૮
તર્કભાષા વાર્તિકમ્ सामान्यमाकाशे न विद्यते सामान्यस्यानेकवृत्तित्वात् । विभु चाकाशम् । परममहत्परिमाणमित्यर्थः । सर्वत्र तत्कार्योपलब्धेः । अत एव विभुत्वाનિત્યનિતિ |
एकत्वेनेति ननु तीव्रशब्दः तीव्रतरः तीव्रतमः इति भेद एव नभोभेदे प्रमाणमित्याशय तीव्राद्यभिघातान्वयव्यतिरेक्यनुविधायिनः शन्दभेदस्य नभोभेदसाधकत्वासम्भवादेकत्वमुपपद्यते इति । आकाशस्यैकत्वेनैव शब्दरूपलिङ्गोपपत्ते काशत्वव्याप्यं नानात्वमित्याह । एकत्वेनेति नत्वाकाशत्वं जातिरेव लक्षणमस्त्वऽत आह एकत्वादिति विभुत्वं सकलमूर्त्तद्रव्यसंयोगित्वं तदनुमेयं महत्त्वं तदेव वा परममहत्त्वमित्यभिप्रेत्याह विम्वित्यादिना । .
“સ ચેકો ભેદે પ્રમાણાભાવાદેકત્વેનૈવપપ” અને તે (અંકાશ) એક જ છે. કારણ કે તે એક કરતા વધારે છે, એમાં કોઈ પ્રમાણ નથી. અને તે એકત્વ તરીકે ઉપપન્ન થાય છે. બંધ બેસે છે. યોગ્ય લાગે છે.
શંકાકાર :- તીવ્ર શબ્દ, વધારે તીવ્ર શબ્દ, સૌથી વધારે તીવ્ર શબ્દ છે. ઈત્યાદિ ભેદ જ આકાશના ભેદમાં પ્રમાણ બની શકે છે.
સમાધાન :- શબ્દની તીવ્રતા વગેરેમાં અભિઘાતનો અન્વય વ્યતિરેક દેખાતો હોવાથી જેટલા જોરથી તાલ ઓઝની સાથે અભિઘાત કરીએ તેટલો જોરથી શબ્દ નીકળે. એટલે કે શબ્દનો ભેદ આકાશનો ભેદ પાડવા માટે સાધન બની શકતું નથી. શબ્દની ભિન્નતામાં આકાશને ભિન્ન ભિન્ન માનીએ તો એક જ ક્ષેત્રમાં ભિન્નતા આવી શકશે નહિં. પણ સમાનક્ષેત્રમાં શબ્દની ભિન્નતા દેખાય તો છે. હવે તે ભિન્નતા સિદ્ધ કરવા અન્ય કારણ માનવા જતાં કોઈને શંકા ઊભી થશે કે શબ્દ આકાશથી ઉપન્યો કે નવા માનેલા કારણથી ? વળી ભિન્ન ક્ષેત્રમાં સમાન શબ્દની ઉપલબ્ધિ થાય છે. તો ત્યાં પણ કોઈ સમાન કારણ માનવું આવશ્યક બને છે. તો પછી શબ્દ તે આવશ્યક લૂમ કારાણનો પરિચાયક બન્યો કે આકાશનો ? એનો નિર્ણય કોણ કરી આપશે ? આમ આકાશને ભિન્ન માનતા શબ્દ નિયત પદાર્થનો ધર્મ ન બનવાથી તે આકાશનું લિંગ ન બની શકે.
આકાશને એક રૂપે માનવાથી જ શબ્દરૂપલિંગ ઘટી શકે છે.