________________
૨૧૭
તકભાષા વાર્તિકમ્ અતિવ્યાપ્તિ આવે. કારણ કે જીવમાં દુઃખ દ્વેષ રહેલ છે. પણ પરમાત્મામાં નથી તેથી દુઃખ દેષ જીવને (પરમ) આત્માથી જુદો પાડે છે. માટે વિશેષગુણ પદ છે. વિશેષગુણત્વ એવું વિશેષણ મૂકતા તો આત્માશ્રય દોષઆવે માટે તમારો એકપણ પક્ષયુક્ત નથી.
એટલે ગુણત્વ વ્યાપ્ય જાતિવાળું હોઈ નિયત એક દ્રવ્યનો વ્યવચ્છેદક (નિયત એક દ્રવ્યને અન્યથી જુદુ પાડનાર) નવ લક્ષણો (દ્રવ્યો)માંથી બે લક્ષણ (દ્રવ્યનું) જેમાં સમાનાધિકરણ ન હોય, એવી ગુણત્વની અવાન્તર જાતિવાળું હોવું, તે વિશેષ ગુણ છે. ___द्रव्यविभाजकोपाधिद्वयसमानाधिकरणावृत्ति द्रव्यकर्माऽवृत्ति जातिमत्त्वं विशेषगुणत्वम् (इति पृ. ३७.) किरणावली मुक्ता.)
શુફલરૂપ જલ તેજ બંનેમાં રહે છે. પણ જલવૃત્તિ અભાસ્વર શુકલ તે તેજમાં નથી અને તેજ વૃત્તિ ભાસ્કર શુકલ જલમાં નથી, એટલે તે રૂપ જલત્વ તેજસ્તવ ઉભયનું સમાનાધિકરણ ન બન્યું. પણ તેવા = વ્યવિભાજક બે ઉપાધિના સમાનાધિકરણ તો હિન્દુ સંયોગ વિ. ગુણો આવશે, તેમાં અવૃત્તિ તેમજ વ્ય.કર્મમાં અવૃત્તિ જાતિ રૂપત્ય વિ. આવશે. તવાન રૂ૫ વિ. વિશેષગુણ.
શંકા - મધુર રસ, અભાસ્વર શુકલ રૂપ, અનુગ્ગાશીત સ્પર્શ વગેરે વિશેષ ગુણો કહેવાય છે. પણ અનુગ્ગાશીત સ્પર્શ પૃથ્વી અને પાણીમાં, પૃથ્વી અને વાયુમાં રહેતા હોવાથી બે દ્રવ્ય વિભાજક ઉપાધિના મધુરરસ, અભાસ્વરશુકલરૂપ સમાનાધિકરણ બની જવાથી તેમાં આ લક્ષણ અવ્યાપ્ત બનશે ને ?
સમા. - પૃથ્વી પરમાણમાં પાકજ રૂપ રસાદિ હોય છે. એટલે તંતુમાં કે ઘાસમાં જે રૂપ રસ જોવા મળે છે. તે બધુ મૂળમાં તો ઉત્પત્તિ કાળે વિજાતીય તેજ સંયોગથી જ જન્ય છે. એથી જ તકભાષા હિન્દી વિવરણકાર ડો. ગજાનન શાસ્ત્રીએ પણ પૃથ્વીના રૂપાદિને પાકજ જણાવી અનિત્ય કહ્યા છે. મૂળકારે પણ “પૃથ્વી માત્ર ધનિત્ય '' જણાવી નિત્ય સ્પર્ધાદિનો પૃથ્વીમાં નિષેધ કર્યો છે. એટલે પૃથ્વીમાં રૂપરસાદિ પાકજે હોય છે. પાણી વાયુ વિ.માં અપાકજ એમ બે ઉપાધિનું સમાનાધિકરણ નીકળી જાય છે.
स चैको भेदे प्रमाणाभावादेकत्वेनैवोपपत्तेः । एकत्वाच्चाकाशत्वं नाम