________________
૨૧૬
તર્કભાષા વાર્તિક ___ गुणत्वेसतीति विशेषणे जीवात्मनो व्यावर्त्तके दुःखद्वेषादावतिव्याप्तिस्तस्माद्विशेषगुणत्वं; (विशेषगुणत्वं) नाम गुणत्वव्याप्यजातिमत्तया नियतैकद्रव्यव्यवच्छेदकत्वं । नवानां लक्षणानां मध्ये लक्षणद्वयसमानाधिकरणत्वरहितगुणत्वावान्तरजातिमत्त्वं च ।
વિશેષગુણ એટલે શું ? (૧) સ્વઆશ્રયને જુદુ પાડનાર, (૨) દ્રવ્યને અન્યદ્રવ્યથી જુદુ પાડનાર, (૩) સ્પર્શથી પ્રતિનિયત ગ્રાહ્ય હોવું, (૪) ગુણ રૂપે હોવા સાથે પ્રતિનિયત ઈન્દ્રિયથી ગ્રહણ કરી શકાય તે, (૫) દ્રવ્યાન્તર લક્ષણવાળાથી તેનાથી રહિત બધાનું વ્યાવર્તક હોવું. તેમાં પહેલો પક્ષ બરાબર નથી સ્વઆશ્રયનો ગુણાદિથી વ્યાવર્તક દ્રવ્યત્વ સ્વાશ્રય દ્રવ્યને ગુણાદિથી જુદુ પાડે જ છે. તેથી દ્રવ્યત્વ વગેરેમાં અતિવ્યામિ થાય- બીજો પક્ષ પગ યુક્ત નથી મૂર્ત દ્રવ્યમાં કર્મ રહે છે, અમૂર્તમાં નહિં, એટલે મૂર્ત દ્રવ્યને અમૂર્તદ્રવ્યથી જુદુ પાડનાર કર્મ વગેરેમાં અતિવ્યાપ્તિ આવે. ત્રીજો પક્ષ પણ બરાબર નથી. પ્રભામાં અતિવ્યાપ્તિ આવે, (પ્રભાના ઠેકાણે વાયુ પદ મૂકીએ તો પવન માત્રસ્પર્શેન્દ્રિથી ગ્રાહ્ય હોવાથી તેમાં અતિવ્યાપ્તિ સંભવે.)
ચોથો પક્ષ પાર યુક્ત નથી. બે ઈન્દ્રિયથી - નેત્ર અને સ્પર્શથી ગ્રાહ્ય દ્રવત્વ અને સ્નેહમાં અને અતીન્દ્રિય ધર્મ, અધર્મ અને ભાવનામાં અવ્યાપ્તિ થાય. પ્રતિનિયત ઈન્દ્રિયથી ગ્રાહ્ય ન બનવાથી, અને પ્રભા ઘટના સંયોગ વગેરેમાં અતિવ્યાપ્તિ થાય કારણ કે તે માત્ર આંખથી જ ગ્રાહ્ય છે અને ગુણ પણ છે. પાંચમો પક્ષ પણ યુક્ત નથી. પૃથ્વી વિ.માં અતિવ્યાપ્તિ આવતી હોવાથી, કારણ કે પૃથ્વીત્વ (ધર્મ) પાણીથી અન્યદ્રવ્યના લક્ષણભૂત એવા પૃથ્વીત્વ લક્ષણવાળી પૃથ્વીથી તેનાથી રહિત બધાનો (પૃથ્વી સિવાય દ્રવ્ય, ગુણ વગેરે સર્વનો) વ્યાવર્તક છે. એમ પૃથ્વીથી અન્ય દ્રવ્યના લક્ષાણભૂત અસ્વ વિગેરે પગ લઈને અતિવામિ આપી શકાય છે. જો તેનાં નિરાસ માટે ગુણત્વે સતિ” એ વિશેષણ મૂકીએ તો પૃથ્વીત્વ વિ. ગુણ નથી. માટે તેમાં અતિવ્યાપ્તિ ન થાય. પણ દુઃખ દેષવાળા જીવને તેનાથી = દુઃખ વેષથી રહિત તમામ પદાર્થને જુદા પાડનાર દુઃખષમાં અતિવ્યક્તિ આવે. અથવા જીવ અને આત્માના વ્યાવર્તક ખલેષાદિમાં
૧. ગ્રંથકારે દુઃખષને વિશેષણગુણ તરીકે માન્યા નથી લાગતા..