________________
૨૧૫
તકભાષા વાર્તિકમ્ येति । तथापि आन्तरेन्द्रियग्राह्ये आत्मनि व्यभिचारस्तन्निरासाय बाह्येति । तथापि योगिबाह्येन्द्रियग्राह्ये परमाण्वादो व्यभिचारस्तन्निरासाय- अस्मदादीति । तथापि घटादौ व्यभिचारस्तन्निरासाय एकेति । तथापि रूपत्वादौ व्यभिचारस्तन्निरासाय सामान्यवत्त्वे सतीति । तथापि दीपप्रभायां व्यभिचारस्तन्निरासाय तद्व्यतिरिक्तत्वे सतीति वाच्यम् ।
અહીં વિશેષ ગુણ સાધક અનુમાનમાં માત્ર ગ્રાહ્યવાન્ હેતુ મૂકીએ, તો અનુમાન ગ્રાહ્ય પરમાણ વિ.માં વ્યભિચાર આવે. તેના નિરાસ માટે ઈન્દ્રિય મૂકીએ, છતાં પણ અત્યંતર ઈન્દ્રિયથી ગ્રાહ્ય આત્મામાં વ્યભિચાર આવે. તેના નિરાસ માટે બાહ્ય મૂકયું, તો પણ યોગીની બાહ્ય ઈક્રિયથી ગ્રાહ્ય પરમાણુ વગેરેમાં વ્યભિચાર આવે તેના નિરાસ માટે અસ્માદાદિ પદ મૂકયું. તથાપિ ઘટાદિમાં વ્યભિચાર આવે. તેના નિરાસ માટે એક પદ મૂકયું. ઘટાદિ આંખ, સ્પર્શ બે ઈન્દ્રિયથી જાણી શકાય છે. પણ રૂપ– વિગેરે તો માત્ર એક ઈન્દ્રિયથી ગ્રાહ્ય છે, જે ગુણ જે ઈન્દ્રિયથી ગ્રહણ યોગ્ય હોય તદ્ગત જાતિ, અભાવ તે જ ઈન્દ્રિયથી ગ્રાહ્ય બને છે.' એવો નિયમ હોવાથી, તેના નિરાસ માટે સામાન્યવત્વે સતિ’ પદ મૂકયું. જાતિમાં જાતિ ન રહેતી હોવાથી રૂપત્રમાં વ્યભિચાર નહિં આવે. છતાં પણ દીપની પ્રભામાં વ્યભિચાર આવે. તે સામાન્યવાળી પણ છે અને માત્ર આંખથી ગ્રાહ્ય છે તેના નિરાસ માટે ‘તવ્યતિરિક્તત્વે સતિ’ એ પદ વધારે મૂકવું.
. (विशेषगुण निरूपण) . विशेषेति ननु किमिदं विशेषगुणत्वं ? द्रव्यस्वाश्रयव्यवच्छेदकत्वं (१) द्रव्यस्यैवद्रव्यान्तराद् व्यावर्त्तकत्वं (२) त्वचा प्रतिनियतग्राह्यत्वं (३) गुणत्वे सति प्रतिनियतेन्द्रियग्राह्यत्वं (४) द्रव्यान्तरलक्षणवतस्तद्रहितसकलव्यावर्त्तकत्वं . (५) नाद्यः स्वाश्रयस्य गुणादिभ्यो व्यावर्त्तकद्रव्यत्वादावतिव्याप्तिः (१) नेतरो मूर्त्तद्रव्यस्यामूर्त्तद्रव्याव्यावर्तके कर्मादावतिव्याप्तिः (२) न तृतीय प्रभा(वाय्वा)दावतिव्याप्तिः (३) न चतुर्थो द्वीन्द्रियग्राह्ययोर्द्रवस्नेहयोरतीन्द्रियासु धर्माधर्मभावनासु चाव्याप्तिः प्रभाकुम्भसंयोगादावतिव्याप्तेश्च (४) नापि पञ्चमः पृथ्वीत्वादावतिव्याप्तेः ।