________________
તર્કભાષા વાર્તિકમ્
૨૧૪ श्रोत्रेण गृह्यते । न दिकालमनसां गुणः विशेषगुणत्वात् । अत एभ्योऽष्टभ्योऽतिरिक्तः शब्द-गुणी एषितव्यः । स एवाकाश इति । - शब्दलिङ्गेति शब्दस्य विशेषगुणत्वे सति त्वगिन्द्रिय (बाह्येकेन्द्रिय) वेद्यत्वाद् रूपादिवदवयवित्वेऽसिद्धे पारिशेष्यादाकाशलिङ्गत्वमित्याह । (पारिशेष्यादिति') परिशेषादिति “प्रसक्तप्रतिषेधेऽन्यत्राप्रसङ्गात् शिष्यमाणे सम्प्रत्ययः પરિષ:” તિ (રીન્દ્ર તિ) | | શબ્દલિંગથી આકાશ અનુમેય છે. શબ્દવિશેષગુણ હોતે છતે માત્ર (બાહ્ય) એક ઇંદ્રિયથી વેદ્ય હોવાથી રૂપાદિની જેમ. શબ્દ પણ અવયવી તરીકે અસિદ્ધ થતા પરિશેષ અનુમાનથી આકાશના લિંગ તરીકે સિદ્ધ થાય છે. એટલે રૂપાદિ વિશેષગુણ છે, પણ અવયવી નથી. તેથી કોઈ દ્રવ્યના લિંગ બને છે. તેમ શબ્દ પણ અંતે જતા આકાશના લિંગ તરીકે પુરવાર થાય છે. જો અવયવી તરીકે સિદ્ધ થઈ જાય તો આકાશનું લિંગ બનવું શક્ય નથી. ઘડો એ પૃથ્વી છે. એની ઓળખાણ એમાં રહેલી ગંધથી થાય છે. અથવા આ ઘડો છે એમાં ઘટત્વ હોવાથી પણ એમ કયાંય નથી કહેવાતું કે “આ પૃથ્વી છે ઘડો હોવાથી” એટલે અવયવ લિંગ નથી બનતું. '
હવે પરિશેષથી આકાશલિંગ તરીકે કેવી રીતે સિદ્ધ થાય તે દર્શાવે છે. કોઈનો જ્યાં હોવાનો સંભવ હોય ત્યાં તેનો નિષેધ થાય અને અન્યત્ર તેનો સમાવેશ શકય ન હોય ત્યાં જે બાકી રહેલ હોય તેમાં તેનો સ્વીકાર કરવો, તેનું નામ પરિશેષ (અનુમાન). જેમ કે શબ્દ વિશેષ ગુણ છે, કારણ કે તે જાતિયુકત હોઈ આપાણી બાહ્ય એક ઈન્વયથી રૂ૫ વગેરેની જેમ ગૃહીત થાય છે. શબ્દ પૃથ્વી વગેરે ચાર અને આત્માનો ગુણ નથી. કારણ કે તેમના ગુણો શ્રોત્રથી ગ્રાહ્ય નથી. આ પાંચમાં વિશેષ ગુણનો સંભવ છે. પણ તેમના ગુણો શ્રોત્ર ગ્રાહ્ય ન હોવાથી શબ્દનો નિષેધ થયો. અને દિશા, કાળ, મનમાં કોઈ વિશેષગુણ જ નથી. દિશા વિ. વિશેષ ગુણ વગરનાં હોવાથી શબ્દનો તેમાં સમાવેશ અશકય છે. માટે આઠથી ભિન્ન શબ્દગુણ માટે ગુણી તરીકે આકાશદ્રવ્ય માનવું જોઈએ.
ग्राह्यत्वादित्युक्तेऽनुमानग्राह्ये परमाण्वादौ व्यभिचारस्तनिरासाय इन्द्रि१. रूपादिपददर्शनात् अत्र(बायैकेन्द्रिय) तथा असिद्धे इति पदं युक्तं । २. परिशेषस्य भाव इत्ये) ट्यण् “वर्णदृढादि० ७।१।५९। अनेन आकृतिगणेन ट्यण् ।