________________
૨૧૨
તકભાષા વાર્તિકમ્ महद्रव्यारम्भकस्य कार्यत्वनियमात् । तदेवं द्वयणुकाख्यं द्रव्यसिद्धम् । तदपि स्वल्पपरिमाणसमवायिकारणारब्धं कार्यद्रव्यत्वाद् घटवत् । यस्तु द्वयणुकारम्भकः स एव परमाणुः स चानारब्ध एवेति । ____ ननु कार्यद्रव्यारम्भकस्य कार्यद्रव्यत्वाव्यभिचारात् तस्य कथमनारब्धતમ્ ?
उच्यते । अनन्तकार्यपरंपरादोषप्रसङ्गात् । तथा च सत्यन्तंद्रव्यारब्धत्वाविशेषेण मेरूसर्षपयोरपि तुल्यपरिमाणत्वप्रसङ्गः । तस्मादनारब्ध एव પરમાણુ ,
પરંતુ પરમાણુ છે તેનું શું પ્રમાણ છે ? (તેના ઉત્તરમાં) કહેવામાં આવે છે કે :- (બારીની) જાળીમાંથી આવતા સૂર્યકિરણમાં ઝીણી ઝીણી આ જે રજ ચારે તરફ દેખાય છે, તે સ્વલ્પ પરિમાણવાળા દ્રવ્યમાંથી ઊપજી છે; કારણ કે તે ઘટની જેમ (જ) કાર્યદ્રવ્ય છે. અને તે દ્રવ્ય (કે જેની આ રજ છે) પણ કાર્ય જ છે. કારણ કે આજે મહદ્ દ્રવ્ય ઉત્પન્ન કરે, તે કાર્ય હોય' એવો નિયમ છે. તેથી આ રીતે દયાળુક નામનું દ્રવ્ય (વિદ્યમાન છે એમ) સિદ્ધ થયું. અને તે પણ સ્વલ્પપરિમાણવાળા સમાયિકારણમાંથી ઉત્પન્ન થયું છે, કારણ કે તે ઘટની જેમ કાર્ય દ્રવ્ય છે. વળી જે ધાણકને ઉત્પન્ન કરે છે ( આરંભક) તે જ પરમાણુ છે. અને તે (પરમાણુ) તો અનારબ્ધ (તેનાથી = પરમાણુથી નાના કોઈ દ્રવ્યથી ઉત્પન્ન નહીં થએલું) જ છે. '
શંકા - જો કાર્યદ્રવ્યનું આરંભક (પણ કોઈ) કાર્યદ્રવ્ય હોય, એવો નિયમ (મfમવાર) હોય, તો તે (પરમાણુ)ને અનારબ્ધ કેમ માની શકાય ?
સમાધાન:- (ઉત્તર) કહેવામાં આવે છે કે -(જે પરમાણુનું આરંભક એવું કાર્યદ્રવ્ય સ્વીકારીએ તો) અનંતકાર્યપરંપરાના દોષનો પ્રસંગ આવશે; તેથી (તમારી શંકા સ્વીકારી શકાય તેમ નથી.) તેમ કરવામાં આવે, તો અનન્ત કાર્યદ્રવ્યથી ઉત્પન્ન થએલ સમાનતાથી (વિરાળ) મેરૂ પર્વત અને સરસવના દાણાનું પરિમાણ સરખું થવાનો પ્રસંગ ઊભો થશે. તેથી પરમાણુ અનારબ્ધ જ છે.
द्वयणुकं तु द्वाभ्यामेव परमाणुभ्यामारभ्यत एकस्यानारम्भकत्वात्,