________________
૨૧૧
તકભાષા વાર્તિકમ્ ફેમ વિગેરેના ટૂટે તો ચહેમાનો નાશ થતો નથી. હા ! આપણું ભાગ્ય ન હોય તો બીજો કોઈ ઉઠાવી જાય.
ધયાણક, તેનો સંયોગ, તર્ગતદ્ધિત્વ, તેનું પરિમાણ આ ચાર કાર્યો અનુક્રમે પરમાણુ સંયોગ, ક્રિયા, બે એકત્વ, ધિત્વ સ્વરૂપ અસમવાયિકારણનો નાશ થતાં જ નાશ પામે છે.
વ્યામુકાદિ કાર્યનો દયામુકાદિ સમવાય કારણનો નાશ થતા નાશ થાય છે.
વિરોધિગુણ પ્રાદુભવિણ વિનાશ” અન્યત્ર આશ્રય વિદ્યમાન હોય તો પણ વિરોધી ગુણનો ઉદ્ભવ થવાથી વિનાશ થાય છે, એટલે કે લાલરૂપ જનક પાકથી શ્યામ રૂપનો નાશ થાય છે. લાલરૂપથી અન્ય પ્રકારના રૂપના જનક પાકથી પણ પૂર્વરૂપનો નાશ (કરાય) થાય છે. એમ પણ સમજવું.
एवं स्मरणेन संस्कारनाशः, संस्कारेण स्वजनकानुभवज्ञाननाशः । उत्तरसंयोगान्तौ कर्मविभागौः दुःखादीनां विरोधिगुणोत्पादेन नाशः प्रायश्चित्ताद्यनाश्यकर्मणां भोगादेव क्षय इत्यादि बोध्यम् ।
એ પ્રમાણે સ્મરણથી સંસ્કારનો નાશ, સંસ્કારથી સ્વ = સંસ્કારના જનક અનુભવ જ્ઞાનનો નાશ થાય છે. કર્મ અને વિભાગનો ઉત્તર સંયોગથી અંત થાય છે. કયારેક આશ્રય નાશથી પણ નાશ થાય છે. પ્રથમદ્રબે... તતઃ કર્મનાશક પહેલા દ્રવ્યમાં કર્મ પેદા થાય, પછી વિભાગ પછી પૂર્વસંયોગ નાશ પછી ઉત્તરદેશસંયોગ.પછી દ્રવ્યનાશ ત્યાર પછી વિભાગનાશ અને અંતે કર્મનાશ થાય છે, એમ કર્મ અને વિભાગનો નાશ ઉત્તર સંયોગથી થતો હોવાથી ‘ઉત્તરસંયોગાતી કર્મવિભાગૌ.એમ કહ્યું છે. (ઉત્તરસંયોગથી અંત-નાશ છે જેમનો એવા કર્મ અને વિભાગ હોય છે.) દુઃખ વગેરેનો વિરોધી ગુણના ઉત્પાદથી નાશ થાય છે. પ્રાયશ્ચિત્ત વિગેરેથી અનાશ્ય -ક્ષય ન કરી શકાય તેવા કમનો ભોગથી નાશ થાય. ઈત્યાદિ સમજી લેવું.
() (પરમાણુસિદ્ધિઃ) किं पुनः परमाणुसद्भावे प्रमाणम् ?
उच्यते । यदिदं जालं सूर्यमरीचिस्थं सर्वतः सूक्ष्मतमं रज उपलभ्यते तत् स्वल्पपरिमाणद्रव्यारब्धं, कार्यद्रव्त्वाद् घटवत् । तच द्रव्यं कार्यमेव,