________________
તર્કભાષા વાર્તિક
૨૧૦ नाशो भवति । त्र्यणुकादिकार्यनाशो द्वयणुकादिसमवायिकारणनाशे सतीति विरोधिगुणेति रक्तरूपजनकपाकेन श्यामरूपनाश इत्यर्थः । रक्तान्तरजनकेनापि पूर्वरूपं नाश्यत इत्यपि बोध्यम् ।
(વિનાશક્રમ). કાર્ય (પૃથ્વી) વિ.માં રહેલ રૂપાદિ ગુણ સ્વ રૂપાદિમાં આશ્રયભૂત દયાણકાદિના સમવાયિકારણ (પરમાણુઆદિ)માં રહેલ રૂપાદિ ગુણોમાંથી ઉત્પન્ન થાય છે. કારણ ગુણો કાર્યગુણોને ઉત્પન્ન કરે છે.” આવો ન્યાય હોવાથી એ પ્રમાણે ઉત્પન્ન થયેલ રૂપાદિ ગુણોથી યુક્ત કાર્યક્રવ્યઘટ આદિના અવયવ જે કપાલાદિ તેમાં નોદન અભિઘાતથી ક્રિયા પેદા થાય છે. તે કિયાથી વિભાગ થાય છે અને વિભાગ અવયવીના અસમાયિકારાણભૂત અવયવ સંયોગનો નાશ કરે છે. તેનાથી કાર્ય દ્રવ્યનો નાશ થાય છે. આ દાખલા દ્વારા અસમવાયારાણના નાશે કાર્યક્રવ્યનો નાશ થાય છે, તે બતાવ્યું. '
કયાંક સમવાયિકારણના નાશે કાર્ય દ્રવ્યનો નાશ થાય છે. જેમ પૂવક્ત પૃથિવી આદિના સંહારનો કાલ આવતા સંહારની ઈચ્છાવાળા મહેશ્વરને સંનિષ = સૃષ્ટિનો સંહાર કરવાની ઈચ્છા થાય છે. તેનાથી દ્રયણુક આરંભક પરમાણુમાં ક્રિયા થાય, તેનાથી વિભાગ, તેનાથી પરમાણુનો સંયોગ નાશ થતાં દયાણકનો નાશ થાય અને સ્વાશ્રય = સમવાયિકારણસ્વરૂપ ધણુકનો નાશ થવાથી ત્રાગુકનો નાશ થાય છે. અનુક્રમે (સ્થૂલ) પૃથ્વી વિ.નો નાશ થાય છે. જેમ તન્તના નાશથી પટ નાશ, તેને રૂપાદિનો તે સ્વાશ્રય-પટના નાશથી નાશ થઈ જાય છે.
અસમવાયિકારણનો નાશ થતાં કાર્યનો નાશ થાય છે. કયાંક સમવાધિકારણ નાશ થતાં કાર્યનો નાશ થાય, પણ નિમિત્ત કારાણનો નાશ થતા કાર્યનો નાશ થતો નથી.
શંકા - ભાગ્ય ખૂટે ત્યારે હાથ રહેલી વસ્તુ પણ નાશ પામે છે, એટલે નિમિત કારણના નાશે કાર્યનાશ થયો ને ?
સમા :- સારા ચશમાં પહેરવાનું ભાગ્યનાશ પામે તો હાથમાં રહે લાપણ ફૂટી જાય, એ વાત સાચી. પણ ચશ્માનો નાશ તો તેનાં અવયવ-સમંવાધિકારણ કે અવયવ સંયોગ- અસમવાય કારણના નાશથી જ થયો કહેવાય. પડતા છતાં