________________
તર્કભાષા વાર્તિકમ્
શીત સ્પર્શવાળી પૃથ્વી તો પ્રત્યક્ષ યોગ્ય છતાં દેખાતી નથી, માટે વાયુનું
અનુમાન થાય છે. (૨) શબ્દ અનુકૂલ પવન હોય તે બાજુ બરાબર સંભળાય છે. એટલે તેના
શબ્દના વાહક તરીકે પવનની સિદ્ધિ થાય છે. (૩) હલકું કાગળ વિ. અદ્ધર દેખાય છે. તેના ધારણ કરનાર તરીકે વાયુનું
અનુમાન થાય છે. (૪) ઝાડના પાંદડાને પ્રત્યક્ષ હલાવનાર કોઈ દેખાતો નથી, છતાં કંપે છે.
તેથી હલાવનાર તરીકે વાયુનું અનુમાન થાય છે. શંકાકાર :- સુવર્ણ પાર્થિવ છે. નૈમિત્તિક દ્રવત્વ હોવાથી ઘી વગેરેની જેમ.
સમાધાન :- (પક્ષ) - ‘વિવાદાસ્પદ (સુવર્ણ” “(સાધ્ય) - પાર્થિવ નથી.' (હેતુ) - પાકથી ફેરફાર નહિ પામનાર રૂપવાળુ હોવાથી પાણીની જેમ, આનાથી પૂર્વઅનુમાનનું ખંડન કરનાર પ્રતિપક્ષ અનુમાન આપ્યું. આ સપ્રતિપક્ષના કારણે તમારો હેતુ હેવાભાસ રૂપે બની જવાથી તમારું વાંછિત પૂર્ણ નહિં થાય. હવે વિવાદાસ્પદ (સુવર્ણ) તૈજસ છે પૃથ્વી પાણીથી અન્ય હોતે છતે રૂપવાળું હોવાથી, પ્રદીપની જેમ. (આમ સુવર્ણને તો જસ સિદ્ધ કરી શકાય છે.)
ननु विमतं तैजसं पार्थिवाप्याभ्यामन्यत्वे सति रूपवत्त्वात् प्रदीपवदिति कारणगुणाहीति समवायिकारणगुणाः पाक(का)जन्यघटपटादिनिष्ठैकत्वासमवायिकारणकद्वित्वादिघटपटसंयोगादिभिन्नकार्यगुणजनका इत्यर्थः । पाकेन अजन्यं यत् घटपटादिनिष्ठैकत्वं तदेवासमवायिकारणं यस्य द्वित्वादेः स पाकाजन्यं, अत एव वदन्ति अपाकजा रूपरसगन्धस्पर्शाः परिमाणगुरुत्वद्रवत्वस्नेहादयश्च कारणगुणप्रभवा इति । नोदनादिति वेगरहितस्पर्शवत्द्रव्यसंयोगादित्यर्थः, अभिघातादिति स्पर्शवद्वेगवद्रव्यसंयोगादित्यर्थः । प्रत्यक्षसिद्धं त्र्यणुकं कक्षीकृत्य द्वयणुकं साधयति, तदिति । द्रव्यत्वादित्युक्ते गगनादौ अनैकान्तिकत्वम् । अत उक्तं कार्येति केवलं कार्येत्युक्ते शब्दादावनैकान्तिकत्वम् । अतो द्रव्यत्वादिति।
કારણ ગુણો-સમવાય કારણ ગુણો-પટના સમવાધિકારણ એવા તત્ત્વના રૂપાદિ ગુણો; પાક-અજન્ય ઘટપટાદિમાં રહેલ જે એકત્વ તે જેનું અસમવાયકિરણ છે એવા ધિત્વાદિ તેમજ ઘટપટના સંયોગાદિથી ભિન્ન કાર્યગુણના જનક