________________
૨૦૩
તર્કભાષા વાર્તિકમ્ जाश्च । पाकस्तु तेजःसंयोगः । तेन पृथिव्याः पूर्वरूपादयो नश्यन्त्यन्ये जन्यन्त इति पाकजाः ।
(૧૭) (ટ્રનિરૂપને નિપાનું) अप्त्वसामान्ययुक्ता आपः । रसनेन्द्रियशरीरसरित्समुद्रहिमकरकादिरूपाः । गन्धवर्जस्नेहयुक्तपूर्वोक्तगुणवत्यः । ता द्विविधाः नित्या अनित्याश्च । नित्यानां रूपादयो नित्या एव, अनित्यानां रूपादयो नित्या एव, अनित्यानां रूपादयोंअनित्या एव ।। ___ शरीरेत्यादिना द्रव्यसाधकगुणानाह रूपेति सर्वेषां नित्यत्वे घटादीनां द्रव्यान्तरत्वापत्तिः सर्वानित्यत्वेऽनवस्था स्यादित्यतः सा नित्यानित्येति । गन्धवर्जेति एते पूर्ववत् सिद्धा रूपरसस्पर्शवत्य आपो द्रवाः । .
પૃથ્વી એક દ્રવ્ય છે, તેને સિદ્ધ કરી આપનાર રૂપાદિ ગુણો તેમાં છે, કારણ કે રૂપાદિ ગુગ તરીકે સિદ્ધ છે, તેનાં આશ્રય રૂપે ગુણી- દ્રવ્ય હોવું જરૂરી છે. જો બધી જ પૃથ્વી ને નિત્ય માનીએ તો ઘટ, પટ વગેરે ભિન્ન ભિન્ન દેખાય છે. તેમને અલગ દ્રવ્ય તરીકે માનવા પડશે. કારણ કે માટીમાંથી ઉત્પન્ન થયેલ છે, માટે ઘટ એ પાર્થિવ દ્રવ્ય છે” એમ કહી શકાશે નહિ. (નિત્ય માનેલ હોવાથી) અથવા તમે તો પૃથ્વી નિત્ય માની છે, જ્યારે ઘટાદિ તો અનિત્ય દેખાય છે માટે તેમને તો પૃથ્વી દ્રવ્ય તરીકે ન માની શકાય, (ભિન્ન સ્વરૂપ હોવાથી) માટે ઘટાદિને પૃથ્વીથી ભિન્ન દ્રવ્ય તરીકે માનવા પડશે. નૈયાયિક મતે નિત્ય અનિત્ય વિરૂદ્ધ ધર્મ હોવાથી એક સમાન દ્રવ્યમાં = ઘટમાં ના ઘટી શકે.
જે બધી પૃથ્વી અનિત્ય માનો તો અનવસ્થા દોષ આવે. કારણ કે ઘટ માટીમાંથી પૈયો તે અનિત્ય માનવો યુક્ત છે. પણ પાર્થિવ પરમાણુ શેમાંથી પેદા થયો ? અન્ય સૂક્ષ્મ પાર્થિવ પરમાણુથી ! એમ કહેવા જશો તો બધા જ અનિત્ય હોવાથી તેની પણ ઉત્પત્તિ શેમાંથી ? એ પ્રશ્ન ઉભો જ રહેશે. એમ સૂક્ષ્મ સૂક્ષ્મતરની કલ્પના કરતા પાર આવવાનો નથી. એટલે આવી અપ્રામાણિક કલ્પનાથી અનવસ્થા દોષ ઉભો થાય છે. માટે પાર્થિવ પરમાણને નિત્ય માનવા જોઈએ. એથી ગ્રંથકારે કહ્યું તે (પૃથ્વી) નિત્ય અને અનિત્ય રૂપે છે.