________________
તર્કભાષા વાર્તિકમ્
૨૦૨ स्थूलं पृथिव्याः कार्यत्वं नेति प्रभाकरास्तान् क्षेप्तुं प्रयोगः “विमता पृथ्वी कार्या सावयवत्वात्'' सम्मतवत् सावयवत्त्वं कुतः ? काठिन्यकोमलत्वादिति सिद्धं ।
અર્થ :- એટલે છ પદાર્થો છે. '
શંકાકાર :- દ્રવ્યાદિ છ પદાર્થોમાં પ્રમાણાદિ સોળ પદાર્થો યથાસંભવ અંતર્ભાવ કરી શકાતો હોવાથી અલગ રીતે પ્રમાણાદિ સોળ પદાર્થોનું નિરૂપણ કરવું યુક્તિ યુક્ત નથી. કારણ કે લાઘવનો સંભવ હોય ત્યારે ગૌરવનો આશ્રય ન લેવાય.
સમાધાન :- પ્રમાણાદિનો આ છમાં સમાવેશ થઈ શકે, તોપણ પ્રયોજનને લીધે તેમનું પૃથક્ વર્ણન કર્યું છે. - - આનો હાર્દ આમ છે કે - અન્ય શાસ્ત્રમાં પ્રતિપાદન કરાયેલ પ્રમાણાદિ સાક્ષાત્ મોક્ષનાં કારણ છે. તેની જેમ વ્યાદિ મોક્ષના સાક્ષાત, સાધન નથી, માટે સોળ પદાર્થવાદ યુક્ત નથી, મુખ્યતાએ છ પદાર્થવાદ છે. એટલે કે પ્રમાણ વિ. પ્રમાણત્યાદિ રૂપે તે તે વિલક્ષણ પ્રયોજનના જનક હોવાથી છમાં સમાવેશ થવા છતાં અલગ અલગ ઉપદેશ્યા છે.
‘‘સ્થૂલ પૃથિવી કાર્ય નથી” એવું પ્રભાકર માને છે. તેનો નિકાસ કરવા પ્રયોગ દર્શાવે છે.
વિવાદાસ્પદ પૃથ્વી કાર્ય રૂપે છે. અવયંવવાળી હોવાથી સંમતની જેમ ઘટાદિ કાર્ય તરીકે સંમત છે અને તે અવયંવવાળા છે, તેમ આ પૃથ્વી અવયવવાળી છે, માટે કાર્યરૂપે માનવી જ જોઈએ. કઠન અને કોમલ હોવાથી તેનું સાવ વત્વ સિદ્ધ થઈ જાય છે. કારણ કે પ્રદેશોની ઘનતાથી - ગીચપણાથી કદનપણું આવે છે અને પ્રદેશોના પોળાણથી કોમલપણું આવે છે.
ઘાણ શરીર લોઢું, લાકડું, માટીનું ઢેફ પત્થર અને ફૂલ, રૂ, મખમલ ઈત્યાદિથી કઠિનતા કોમલતા સિદ્ધ છે. ઉત્પન્ન થતા સ્થૂલ રૂપે દેખાય છે. એ પણ પ્રસિદ્ધ છે.
सा चा द्विविधा नित्याऽनित्या च नित्या परमाणुरूपा । अनित्या च कार्यरूपा । द्विविधायाः पृथिव्या रूपरसगन्धस्पर्शा अनित्याः पाक