________________
તકભાષા વાર્તિકમ્
૨૦૦ न्दनरूपत्वं वा, नाद्यः निमित्तमात्रसाध्ये प्रध्वंसादावनैकान्तिकत्वात् । न द्वितीय असिद्धत्वादितिसेयमुभयतः पाशारज्जुरिति चेत्तदसारं, क्रियात्वं कार्यत्वमिति विवक्षितत्वात् । कार्यत्वं वाऽभूत्वाभावित्वमिति न कश्चिदोषः । करणेति तत्तदुपलब्धौ तत्तदसाधारणकरणजन्यत्वं अनुमेयम् । अतो मनसा न अर्थान्तरं, चक्षुरादीनामसाधारणकरणत्वं, असाधारणकरणत्वं विना . चाक्षुषत्वादिकमाकस्मिकं स्यादित्यादयस्ताः , अन्तःकरणादेर्यथाकथञ्चिदसाधारणत्वे त्वाचादेरपि चाक्षुषज्ञानाद्यापत्तिरित्यादयश्च ।
પૂર્વપક્ષ :- અહીં કિયાત્વથી શું લેવાનું ? ધાતુનો અર્થ લેવાનો કે પરિસ્પન્દન માત્ર ? તેમાં પહેલો પક્ષ બરાબર નથી. નિમિત્ત માત્રથી સાધ્ય ધ્વસાદિમાં વ્યભિચાર આવશે. (કોઈ પણ જાતનું નિમિત્ત મળતા પડયો પડ્યો ઘડો નાશ પામી જાય છે. તેમાં વિવક્ષિત કારણની - કરણની જરૂર પડતી ન હોવાથી કોઈ કરણ પ્રસિદ્ધ નથી. બીજા પક્ષમાં તો અસિદ્ધ દોષ આવે. કારાગ કે ઘાણ વગેરેમાં પરિસ્પંદનનો અભાવ છે. કારણ કે પક્ષે હેત્વાભાવ- તે સ્વરૂપાસિદ્ધિ. આમ બેય બાજુ ફસામણી છે. '
ઉત્તરપક્ષ :- આ બધી વાત પોકળ છે. ક્રિયાત્વથી કાર્યત્વની વિવક્ષા કરેલી છે. અથવા કાર્યત્વ એટલે પહેલા ન હોય તેનું થવું, તેમાં કશો દોષ નથી.
કરણસાધ્યા :- તે તે ઉપલબ્ધિ તે તે અસાધારણકરણથી જન્ય છે, એવું અનુમાન કરાય છે ચાક્ષુષ-રૂપાદિની ઉપલબ્ધિમાં આંખ વિ. અસાધારણ કરણ છે. અને સુખાદિની ઉપલબ્ધિમાં મન ઈન્દ્રિય તરીકે અસાધારણ રૂપે ઉપયોગી બને છે. (કારણ કે સુખાદિના સંવેદનમાં જ મનની ઈન્દ્રિય તરીકે ઉપયોગ થતો હોવાથી તેના પ્રત્યે મન અસાધારણ છે. એટલે જે માત્ર ઉપલબ્ધિ સામ ચની વાત કરી હોત તો મનકરણ ન બની શકત.
શંકા :- જે અર્થને સિદ્ધ કરવાનો હોય તેનાથી ભિન્ન અર્થ સિદ્ધ થાય તે અર્થાન્તર. અહી આપણે મનને ઈન્દ્રિય તરીકે સિદ્ધ કરવાનું હતું, તેના બદલે સાધારણ કારણ બનવાથી ઈન્દ્રિયરૂપે સિદ્ધ થશે નહીં; એટલે અર્થાન્તર દોષ આવે. રૂપાદિ ઉપલબ્ધિ પ્રત્યે તે પોતે સાધારણ કારણ હોવાથી.
સમા :- સુખાદિ ઉપલબ્ધિ વિશેષ પ્રત્યે મન અસાધારણ કારણ બનતું