________________
તર્કભાષા વાર્તિકમ્ ઘડા વગેરે કારણ બનતા હોવાથી તેઓને ઈન્દ્રિય તરીકે માનવાની આપત્તિ આવે. તેના નિવારણ માટે અતીન્દ્રિય પદ મૂક્યું, ઘટાદિ અતીન્દ્રિય નથી.
૧૯૭
घ्राणरंसनचक्षुस्त्वक्श्रोत्रमनांसि । तत्र गन्धोपलब्धिसाधनमिन्द्रियं घ्राणम् । नासाग्रवर्ति । तच्च पार्थिवं; गन्धवत्त्वाद् घटवत् । गन्धवत्त्वं च गन्धग्राहकत्वात् । यदिन्द्रियं रूपादिषु मध्ये यं गुणं गृह्णाति तदिन्द्रियं तद्गुणसंयुक्तं तथा चक्षू रूपग्राहकं रूपवत् ।
गन्धेति असाधारणं व्यापारवद्गन्धोपलब्धिसाधनमित्यर्थोऽतो न मनसि न वा सन्निकर्षेऽतिप्रसङ्गः, सुरभिदुरभ्यवयवारब्धे प्राणेऽव्याप्तिवारणायोपलતિ 1
ગન્ધેતિ :- ગંધ જ્ઞાનનું અસિધારણ સાધન તેમજ વ્યાપારવાળી તે ઘાણ ઈન્દ્રિય છે. અસાધારણ પદ મુકવાથી મનમાં અતિવ્યાપ્તિ નહિ આવે, કારણ કે મન ત્યાં બધા જ્ઞાનનું સાધન હોવાથી સાધારણ છે. અને વ્યાપારવાળુ કહેવાથી સન્નિકર્ષમાં અતિવ્યાપ્તિ નહિં આવે કારણ કે સન્નિકર્ષ વ્યાપાર રૂપ છે પણ વ્યાપારવાળો નથી. અથવા ઈન્દ્રિય અને અર્થનો સંનિકર્ષ શરીર સંયુક્ત નથી, માટે અતિવ્યા×િ નથી આવતી.
સુરભી દુભિ અવયવથી આરબ્ધ નાક સુરભિ દુરભિ ગંધનું સાધન તો નથી. કેમકે ગંથનું કારણ તો પૃથ્વી છે, જ્યારે નાક આપણું લક્ષ્ય છે; તેમાં લક્ષણ ન જવાથી અવ્યાપ્તિ આવે. તેના વારણ માટે ઉપલબ્ધિ પદ મૂક્યું. ગંધની ઉપલબ્ધિ = જ્ઞાન તેનાથી (=નાકથી) થાય જ છે. હવે વાંધો નહી આવે.
रसोपलब्धिसाधनमिन्द्रियं रसनम् । जिह्वाग्रवर्ति । तच्चाप्यं रसवत्त्वाद्, रसवत्त्वं च रूपादिषु पञ्चसु मध्ये रसस्यैवाभिव्यञ्जकत्वाल्लालावत् । रूपोपलब्धिसाधनमिन्द्रियं चक्षुः । कृष्णताराग्रवर्ति । तच्च तैजसम् रूपादिषु पञ्चसु मध्ये रूपस्यैवाभिव्यञ्जकत्वात् प्रदीपवत् ।
स्पर्शोपलब्धिसाधनमिन्द्रियं त्वक् । सर्वशरीरव्यापि तत्तु वायवीयम्