________________
૧૯૬
તર્કભાષા વાર્તિકમ્ ज्ञप्तावतीन्द्रियज्ञप्तिरतीन्द्रियज्ञप्ताविन्द्रियज्ञप्तिरिति परस्पराश्रयप्रसङ्ग इति, मैवं योगजधर्मजन्यसाक्षात्कारविषयत्वमतीन्द्रियत्वमिति निरूप्यमानत्वात् । __षडिति । ननु त्वचा सर्वेन्द्रियस्थानि व्याप्तानि ततश्च त्वगिन्द्रियं सर्वार्थोपलम्भकं । सर्वार्थग्रहणस्य त्वगिन्द्रियान्वयव्यतिरेकानुविधायित्वादेकमेवतन्नेत्याह । त्वगिन्द्रियस्य सर्वाधिष्ठानव्याप्त्यावपि अन्यान्यशक्तिभेदात् षडित्यभ्युपगम्यते, मञ्चस्थपुरुषाक्रोशने चञ्चाः क्रोशन्तीत्यपि व्यवहारात् । त्वचि स्थितेऽपि पृथक्त्वव्यवहार इन्द्रियाणामिति । . ...
वस्तुतस्तु शरीरसंयोगावच्छेदेन घटपटादीनां त्वाचज्ञानजनकतया तत्रातिप्रसक्तिवारणायातीन्द्रियत्वं ।
શરીર સાથે સંયુક્ત જ્ઞાનનું કરણ અને અતીન્દ્રિયો હોય તે ઈન્દ્રિય, અતીન્દ્રિય - ઈન્દ્રિયને ઓળંગી ગયેલ તે - ઈન્દ્રિયથી જેનું ગ્રહણ ન થઈ શકે તે અતીન્દ્રિય, એમ કહીએ તો ઈન્દ્રિયનું જ્ઞાન થતાં અતીન્દ્રિયનું જ્ઞાન થાય અને અતીન્દ્રિયનું જ્ઞાન થાય ત્યારે ઈન્દ્રિયનું જ્ઞાન થાય એમ અન્યોન્યાશ્રય દોષ આવે. એમ ન કહેવું. (માત્ર) યોગજ ધર્મથી જન્ય જે સાક્ષાત્કાર છે તેનો જે વિષય હોય તે અતીન્દ્રિય, આ રીતે નિરૂપણ કરવાનું હોવાથી ઉપરોક્ત દોષ લાગતો નથી.
શંકાકાર - ચામડી સર્વ ઈન્દ્રિયોમાં ફેલાયેલી છે. તેથી સ્પર્શેન્દ્રિયને સર્વ અર્થને ઉપલંભ કરનારી માનવી જોઈએ. કારણ કે જ્યાં સ્પર્શેન્દ્રિય હોય ત્યાં ઉપલંભ થાય છે. તે જ્યાં નથી ત્યાં કોઈ જાતનો ઉપલંભ થતો નથી, એમ તે = સ્પર્શેન્દ્રિય અન્વય વ્યતિરેકને અનુસરનારી છે, માટે એક જ સ્પર્શેન્દ્રિય જ માનવી જોઈએ. અન્ય ઈન્દ્રિય માનવાની જરૂર નથી.
સમાધાન :- સ્પર્શેન્દ્રિય સર્વ ઈન્દ્રિયના અધિકાનમાં વ્યાપ્ત હોવા છતાં અલગ અલગ શક્તિના ભેદથી છ ઈન્દ્રિયો સ્વીકારવામાં આવે છે. માંચા ઉપર રહેલા પુરૂષો અવાજ કરતા હોય તો પણ માંચો/ખાટલા અવાજ કરે છે એવો વ્યવહાર થાય છે. તેમ સર્વત્ર ચામડી રહેલી હોવા છતાં ઈન્દ્રિયોનો અલગ અલગ વ્યવહાર થાય છે હકીકતમાં શરીર સાથે સંયુક્ત જ્ઞાનનું કારણ તે ઈન્દ્રિય, એમ કહિએ તો, જે ઘડા વગેરેનો શરીર સાથે સંયોગ છે, તેનું સ્પાર્શન પ્રત્યક્ષ થવામાં