________________
૧૯૩
તર્કભાષા વાર્તિકમ્ નામની એક ઈન્દ્રિય ગ્રાહ્યત્વ તેમાં અકબંધ રહે છે. એટલે પક્ષના એક દેશમાં - ઈન્દ્રિય ગ્રાહ્યત્વ = પ્રત્યક્ષત્વની અસિદ્ધિ નથી.
एकेन्द्रियग्राह्यत्वादित्युक्ते रूपत्वादौ व्यभिचारस्तद्वारणाय गुणत्वे सतीति । तावत्युक्ते संख्यादौ व्यभिचारस्तद् वारणाय विशेष्यपदं । एकमात्रग्राह्ये साध्यरहिते व्यभिचारवारणाय मात्रेति तदा एकमात्रेन्द्रियग्राह्यत्वादित्यर्थः । _____ विभुत्वादिति विभुत्वयुक्तिमाह - उप्ताः शालयो दृष्टसहकारिसमवधाने समानेऽपिकस्यचित्फलन्ति कस्यचिनअतोदृष्टतोदृष्टसहकारिणोऽतिरिक्तमदृष्टेमेष्टव्यं; तच्च स्वोपकारिणि पचनपावकादौ पदार्थे क्रियां जनयन् स्वाश्रयसंसक्ते एव तां जनयति, अनेरुद्धज्वलनं वायोस्तिर्यक्पवनं । अणुमनसोश्वाद्यं कर्मैतान्यदृष्टकारितानि तथा च तत्र देशादौ शालिसम्पत्त्यादेः फलस्य दृश्यमानत्वातत्कारणादृष्टाधिकरणस्यात्मनो विभुत्वं, आत्मा नाणुः । - ગુણત્વે સતિ એકેન્દ્રિય ગ્રાહ્યત્વોમાંથી એકન્દ્રિયગ્રાહ્યત્વ એમ કહી તો રૂપવાદિમાં વ્યભિચાર આવે; તેના વારણ માટે ગુણત્વે સતિ કહ્યું. હવે એટલું જ કહીએ તો સંખ્યાદિમાં વ્યભિચાર આવે, તેનાં વારણ માટે વિશેષ્ય પદ - સંખ્યાદિ ચક્ષુ અને સ્પર્શ એમ બે ઈન્દ્રિયથી ગ્રાહ્ય હોવાથી એકેંદ્રિયગ્રાહ્ય નથી.સાધ્યરહિત - એટલે જે ગુણરૂપે નથી એ પરમાણુ વગેરે કોઈક પદાર્થ જે માત્ર એક ઈશ્વરથી ગ્રાહ્ય છે, તેમાં વ્યભિચાર આવે, તેના નિરાસ માટે કહે છે... એક માત્ર ઈન્દ્રિયથી ગ્રાહ્ય એવો પદાર્થ લેવાનો છે, જ્યારે પરમાણુ તો ચક્ષુ વગેરે કોઈ એક ઈન્દ્રિયથી ગ્રાહ્ય નથી અને ઈશ્વરતો ઇંદ્રિય વિના જ જ્ઞાન કરે છે, માટે વ્યભિચાર ન આવે. - આત્મા માટે વિભુત્વની યુક્તિ બતાવે છે. વાવેલી ડાંગર દષ્ટ (પાણી વિ.) સહકારીનું સાન્નિધ્ય સમાન હોવા છતાં કોઈકને ફળે અને કોઈકને નહિં. માટે દષ્ટ સહકારીથી અતિરિક્ત અદષ્ટને માનવું જોઈએ.
અને તે પોતાના ઉપકારીને (વિષે) નિમિત્તે અગ્નિ વિ. પદાર્થમાં પચનક્રિયાને પેદા કરતો પોતાના આશ્રયથી સંબદ્ધ જ તે કિયા પેદા કરે છે.