________________
તર્કભાષા વાર્તિકમ્
૧૯૨ (પ્રભાદ્રવ્યમાં વ્યભિચાર બેસતો નથી છતા માત્ર અનિત્ય કહીએ તો વ્યભિચાર આવે તેનો એકેંદ્રિયગ્રાહ્યત્વ મૂકવાથી નિરાશ થઈ જાય છે. અતક્રિયના ઠેકાણે ચાક્ષુષત્વાત્ મૂકીએ (નૈયાયિકે પ્રભાને ચક્ષુગ્રાહય માની છે માટે આ પદ પસંદ કર્યું છે) એટલે પ્રભા માત્ર ચક્ષુ નામની એક ઇંદ્રિયથી ગ્રાહ્ય હોવાથી તેમાં વ્યભિચાર આવે, તેને દૂર કરવા દ્રવ્યભિસતિ, અને અમુક કર્મ પણ માત્ર ચક્ષુગ્રાહ્ય હોય તેનો વ્યભિચાર દૂર કરવા કર્મભિન્ન એટલે કે “વ્યકર્મભિન્નત્વે સતિ” પદની જરૂરત જણાય છે. મુક્તાવલીમાં પણ ગુણ નિરૂપણ અવસરે “
ટૂર્નમને સામાન્યવતિ #ારતા ગુત્વવછિના” એમ કહ્યું છે.) અથવા તકભાષા ટીકામાં પ્રમાણ ચાતીન્દ્રિયસ્વામિ મિવાર: એટલે ચ ના ઠેકાણે ન મૂકીએ તો અહીં અર્થ સંબદ્ધ બની જશે. એટલે કે અહીં ગુણનાં લક્ષણમાં એક ઈન્દ્રિયથી ગ્રાહ્ય હોવું જરૂરી છે, જ્યારે પ્રભાને તો અતીન્દ્રિય માનેલ છે, તેથી કરીને તેમાં વ્યભિચારનો સવાલ જ નથી એવો ગ્રંથકારનો આશય લાગે છે.)
માત્ર શબ્દથી ઈન્દ્રિય ગ્રહણ યોગ્યતાનું વારણ કરાય છે. ઘડાનું માત્ર એક જ (ચક્ષુ) ઈન્દ્રિયથી જ્ઞાન કરવામાં આવ્યું, પછી તે નાશ પામી ગયો, એટલે તે ઘડો માત્ર એકૅન્દ્રિય ગ્રાહ્ય કહેવાય; પણ તે ગુણ તો નથી, માટે વ્યભિચાર આવે. તે વ્યભિચાર દૂર કરવા ગ્રંથકાર માત્ર શબ્દનો સ્પષ્ટ અર્થ દર્શાવે છે.... જેનું જ્ઞાન માત્ર એક ઈન્દ્રિયથી કંઈ શકતુ હોય, પણ અન્ય ઈન્દ્રિયથી નહિ, જ્યારે પૂર્વોક્ત ઘટ સ્પર્શ નામની ઈન્દ્રિયથી પણ ગ્રહણ થઈ શકતો હતો, એટલે અન્ય ઈન્દ્રિયથી જાણવાની યોગ્યતા તેમાં રહેલી જ હતી, સ્પર્શ ન કર્યો તે તો તે ભોક્તાનું કમનસીબ કહેવાય, માટે તેમાં વ્યભિચાર નહીં આવે.
બુદ્ધિ વગેરે પ્રત્યક્ષ પ્રમાણથી જણાય એવા છે. તેથી નિર્વિકલ્પકાદિભાગમાં પ્રત્યક્ષત્વની અસિદ્ધિ નહિ થાય.
શંકા :- બુદ્ધિના એક દેશ સ્વરૂપ નિર્વિકલ્પકનું પ્રત્યક્ષ થતું ન હોવાથી તમારા ગુણલક્ષણમાં ભાગાસિદ્ધિ દોષ આવે ?
સમાધાન :- નિર્વિકલ્પક જ્ઞાન પણ એક પ્રકારની બુદ્ધિ છે અને સુખ દુઃખ વગેરે આ બધાનું માનસ લૌકિક પ્રત્યક્ષ-સ્વ સંવેદન સંભવતુ હોવાથી મન