________________
૧૯૧
ત/ભાષા વાર્તિકમ્ કાર્યથી ઉપલબ્ધ હોવાથી તે વિભુ (સર્વવ્યાપક) છે. એટલે કે પરમમહત્ પરિમાણવાળો છે એમ અર્થ થયો. વિભુ હોવાથી તે આકાશની જેમ નિત્ય છે, અને સુખ (દુઃખ) વગેરેની વિવિધતાને લીધે તે પ્રત્યેક શરીરમાં અલગ અલગ છે.
અનિત્યત્વ એટલે ધ્વસનો પ્રતિયોગી હોય અને પ્રાગભાવનો પ્રતિયોગી હોય, એવો અર્થ કરવાથી રૂપાદિપ્રાગભાવમાં વ્યભિચાર નહિ આવે. કારણ કે રૂપાદિ પ્રાગભાવનો નાશ થતો હોવાથી રૂપાદિપ્રાગભાવ ધ્વસનો પ્રતિયોગી તો બની જાય પણ ગુણ નથી. બીજું વિશેષણ મૂક્યું છે, તેથી પ્રાગભાવ અનાદિ હોવાથી (રૂપાદિ પ્રાગભાવ) નો પ્રાગભાવ થતો ન હોવાથી તે (રૂપાદિ પ્રાગભાવ) પ્રાગભાવ નો પ્રતિયોગી બનતો નથી. એટલે રૂપાદિ પ્રાગભાવ ગુણ ન હોવા છતાં એક ઈન્દ્રિયગ્રાહ્ય છે. (જે ગુણ જે ઈન્દ્રિયથી ગ્રાહ્ય હોય તત જાતિ અને અભાવ પણ તે જ ઈન્દ્રિયગ્રાહ્ય હોય છે. માટે) પણ અનિત્યત્વ નામનું વિશેષણ તેમાં (રૂપાદિપ્રાગભાવમાં) ઘટતું ન હોવાથી હેતુની વૃત્તિ ત્યાં નથી, તેથી કરીને રૂપાદિ પ્રાગભાવ વગેરેમાં વ્યભિચાર નથી આવતો.
एकेन्द्रियग्राह्यत्वादित्युक्ते घटादौ व्यभिचारः । कथं ? तत्र चक्षुषा स्पर्शनेन्द्रियेणं च ग्राह्यत्वात् द्विन्द्रियग्राह्यत्वमिति, प्रभाद्रव्ये च व्यभिचारस्तस्यातीन्द्रियत्वात् तद्वारणाय मात्रेति मात्रशब्देनेन्द्रियग्रहणयोग्यता वार्यते । तेनेकेन्द्रियमात्रजन्यग्रहविनष्टघटादौ न व्यभिचारः । बुद्ध्यादयः प्रत्यक्षा एव प्रत्यक्षत्वेन बोध्यास्तेन न निर्विकल्पकादिभागे प्रत्यक्षासिद्धिः ।
એકેન્દ્રિયગ્રાહ્યવાતું આટલું જ કહીએ તો ઘટાદિમાં વ્યભિચાર આવે, કારણકે તેઓ પણ ચક્ષુ નામની કે સ્પર્શ નામની એક એક ઈંદ્રિયથી ગ્રાહ્ય તો છે. (તમે માત્ર શબ્દ તો મૂકયો નથી કે જેથી ફક્ત એક જ ઇંદ્રિયથી ગ્રાહ્ય હોય એવો અર્થ નીકળી શકે.) હવે એકેન્દ્રિય ગ્રાહ્યત્વનો અર્થ બે ઈન્દ્રિયથી અગ્રાહ્ય કરીએ તો પ્રભાદ્રવ્યમાં વ્યભિચાર આવે કારણ કે તે અતીન્દ્રિય છે, તેથી બે ઇંદ્રિય દ્વારા ગ્રાહ્યત્વ તેમાં નથી. માત્ર શબ્દ મૂકી એક ઈન્દ્રિય ગ્રાહ્ય હોવું જ જોઈએ, આવો અર્થ કરશુ તો પ્રભાદ્રવ્યમાં વ્યભિચાર નહિં રહે. અથવા ૧. અથવાનો પક્ષ એક વિચાર માટે માત્ર મૂકવામાં આવ્યો છે. પ્રથંકારની વાતતો પૂવીકત વચનથી જ સ્પષ્ટ થઈ જાય છે.