________________
૧૯૦
તર્ક ભાષા વાર્તિકમ્ न भवति, नासौ पृथिव्याद्यष्टद्रव्यानाश्रितत्वे सति गुणोऽपि भवति यथा रूपादिरिति केवलव्यतिरेकी। - अन्वयव्यतिरेकी वा । तथा हि बुद्ध्यादयः पृथिव्यायष्टद्रव्यातिरिक्तद्रव्याश्रितत्वे सति गुणत्वात् । यो तदनाश्रितो गुणः स तदतिरिक्तांश्रितो भवति यथा पृथिव्याद्यनाश्रितः शब्द पृथिव्याद्यतिरिक्ताश्रयः । तदेवं पृथिव्यायष्टद्रव्यातिरिक्तो नवमं द्रव्यमात्मा सिद्धः । स च सर्वत्र कार्योपलम्भाद्विभुः । परममहत्परिमाणवानित्यर्थः । विभूत्वाच्च नित्योऽसौ व्योમવત્ ! સુવરીનાં વૈવિચાત્ પ્રતિસારી મિત્ર . :
(અનુમાનથી તેનો) પ્રયોગ (આ રીતે થઈ શકે). બુદ્ધિ વગેરે (ગણો) પૃથિવી વગેરે આઠ દ્રવ્યથી જુદા કોઈ દ્રવ્યને આશ્રયે રહેલા છે; કારણ કે તેઓ પૃથિવી આદિ આઠ દ્રવ્યમાં આશ્રિત ન હોવા છતાં પણ ગુણ છે. સાધ્ય વ્યતિરેક = જે આઠ દ્રવ્યોથી જુદા દ્રવ્યને આશ્રયે નથી હેતુવ્યતિરેક = તે પૃથિવી વગેરે આઠ દ્રવ્યથી ભિન્ન દ્રવ્યમાં અનાશ્રિત- આશ્રય લેનાર ન હોય તો તે ગુણ પણ નથી. જેમકે રૂપ વગેરે. પૃથ્વી જલાદિ દ્રવ્યમાં રૂપ આશ્રિત ન હોત તો તે ગુણ પણ ન બનત. આ કેવળવ્યતિરેક અનુમાન થયું કારણ કે આ અનુમાન સાધ્ય વ્યતિરેકમાં હેતુ વ્યતિરેકની વ્યામિનાં આધારે કરવામાં આવ્યું છે. જેમ વન્યભાવ સાથે ધૂમાભાવની વ્યાપ્તિ. *
અથવા તો અન્વયતિરેકી (અનુમાન પાણ) પણ (થઈ શકે.) જેમકેબુદ્ધિ વગેરે (ગણો) પૃથિવી વગેરે આઠ દ્રવ્યોથી ભિન્ન દ્રવ્યના આશ્રિત છે. કારણ કે તેઓ પૃથિવી વગેરે આઠ દ્રવ્યના આશ્રિત ન હોઈને (પણ) ગુણ છે. જે વિશેષ ગુણ જે (દ્રવ્ય) માં નથી રહેતો તે, તે (દ્રવ્ય) સિવાયના અન્ય કોઈ દ્રવ્યને આશ્રયે રહે છે, જેમકે પૃથ્વી વગેરે દ્રવ્યોનો આશ્રિત નહી તેવો શબ્દ (નામનો વિશેષ ગુણ) પૃથિવી વગેરે દ્રવ્યથી ભિન્ન એવા આકાશ (નામના) દ્રવ્યને આશ્રયે રહે છે, તેમ બુદ્ધિ વગેરે ગુણો પૃથિવી વગેરે આઠ દ્રવ્યથી ભિન્ન દ્રવ્યના આશ્રિત છે. તો આ રીતે પૃથિવી વગેરે આઠ દ્રવ્યથી ભિન્ન એવું નવમું આત્મા નામનું દ્રવ્ય સિદ્ધ થયું. સર્વત્ર (અદષ્ટ કારણથી ઉત્પન્ન થતાં ફળ ભોગવવા)