________________
તકભાષા વાર્તિકમ્
૧૮૮ ब्रह्मैव स्वाविद्यया संसरति स्वविद्यया मुच्यते-ततश्च जीवब्रह्मणो घटाकाशादिवत् मठाकाशवदेकआत्मा । तत्र विमतौ भिन्नौ किञ्चिदज्ञत्वसर्वज्ञत्वादिविरुद्धधर्मत्वात् दहनतुहिनवत् ।
મનાવાદી - ચાલો ભાઈ! મન તો દરેકને વિષય બનાવે છે, માટે મનને આત્મા માની લો ને !
આત્મવાદી- પણ તે મન આંખ વિ. થી વ્યતિરિક્ત અન્ય કરણની અપેક્ષા રાખી રૂપાદિને સાક્ષાત્ કરે છે કે અપેક્ષા રાખ્યા વિના ? પહેલો પક્ષ તો મનાશે નહિં. માનશો તો નામ માત્રનો ઝઘડો રહ્યો, પણ અર્થથી તે વિવાદ નહિ રહે, કારણ કે અતિરિક્ત કરણ તમે માનો છો, તેને જ અમે મન (આત્મા) કહીએ છીએ. એટલે તમારા મતે બાહ્ય ઈન્દ્રિયથી ભિન્ન કરણ તરીકે પદાર્થ માનવાનો છે અને કર્તા તરીકે તમે મન માન્યું. જ્યારે અમે તેવાં અત્યંતર કરણ તરીકે મન માન્યું અને કર્તારૂપે આત્મા માન્યો. મન-કરણ તરીકે સિદ્ધ થવાથી તેનાથી ભિન્ન કર્તા માનવો જ પડશે. '
બીજો પક્ષ પણ બરાબર નથી, કારણ કે જ્યારે રૂપાદિ સાથે આંખ વિ. જોડાયેલી હોય ત્યારે એક સાથે અનેક જ્ઞાન ઉત્પન્ન થવાની આપત્તિ આવશે. કેમકે તમારા હિસાબે બાહ્ય કરણ-કર્તા-વિષય ઈત્યાદિ સર્વ સામગ્રી હાજર છે. (જ્યારે અમે કહીશું અંતઃકરણ રૂપ મન માત્ર એક ઈન્દ્રિય સાથે જોડાયેલું હોવાથી શેષ ઈન્દ્રિયથી યુગપત્ જ્ઞાનની આપત્તિ નહીં આવે. પણ એમ માનતા મન કરણ તરીકે સિદ્ધ થવાથી તે જ્ઞાનનો કર્તા ન બની શકે, માટે મનને પણ આત્મા ન મનાય. - બ્રહ્મ જ સ્વ અવિધાથી સંસારમાં ભટકે છે અને સ્વવિદ્યા દ્વારા સંસારથી મૂકાય છે. માટે જીવ બ્રહ્મનો આત્મા એક જ છે. જેમ ઘટાકાશ ને મટાકાશમાં રહેલ આકાશ તો બન્નેમાં એકજ છે. તેમાં - એકજ આત્મા માનવામાં વિમતિ હોવાથી પ્રતિ શરીર ભિન્ન કહ્યું છે. જીવ અને બ્રહ્મ જુદા જુદા છે. કારણ કે એકમાં કંઈક જ્ઞાન છે. બીજામાં સર્વજ્ઞાન છે. એવા વિરૂદ્ધ ધર્મ રહેલા છે. જેમ બાળવું અને ઠંડક આપવી બન્ને વિરૂદ્ધ ધર્મ છે, તો તેના આશ્રય પણ ભિન્ન જ છે.