________________
૧૮૭
તર્કભાષા વાર્તિકમ થઈ શકતો હોવાથી મન જ આત્મા છે, એમ બીજાઓ માને છે.
एतान् प्रतिक्षिपति देहेति एतत्त्रितयव्यतिरिक्त आत्मेत्यक्षरार्थः । न देह आत्मा बाहयेन्द्रियग्राह्यत्वात् घटवत् । 'योऽहं बाल्ये पितरावन्वभूवं स एव स्थाविरे पितॄननुभवामीति' इन्द्रियाण्यात्मा न करणत्वाद्वास्यादिवत् । चक्षुषि नष्टेऽपि ‘योऽहं चक्षुषा रूपमद्राक्षं स एवाहं स्पृशामीति' किश्चेन्द्रियमचेतनं नियतविषयत्वात् । प्राच्योदीच्यगवाक्षवत्तस्मान्नेन्द्रियाण्यात्मा ॥
આ ત્રણેને પરાસ્ત કરે છે, આ ત્રણથી અતિરિક્ત આત્મા છે એમ કહ્યું. શરીર તે આત્મા નથી, બાહ્ય ઈન્દ્રિયથી ગ્રાહ્ય હોવાથી ઘટની જેમ, જે મેં બાલ્યકાળમાં માબાપને અનુભવ્યા, તેંજ હું ઘડપણમાં પણ માબાપને અનુભવું છું. (બાલ્યકાળથી ઘડપણનું શરીર તો ભિન્ન છે પણ અહં પ્રતીતિ એની એજ છે,) માટે શરીરોમાં અનુસ્મૃત એવો અતિરિક્ત અખંડ આત્મા માનવો જોઈએ.
ઈન્દ્રિયો આત્મા નથી, કરણ હોવાથી કરવતની જેમ. આંખ નાશ પામવા છતાં જે મેં આંખથી રૂપ જોયેલુ તેજ હું સ્પર્શ કરું . રૂપ જોનારો જે હું છું, તેજ હું સ્પર્શ કરનારો છું. એમ આ અનુભવોમાં ઈન્દ્રિયનો ( ખ નો) અન્વયે નથી થતો, પણ અહં પ્રતીતિનો અન્વય થાય છે, માટે તે અહંપ્રતીતિનો આધાર ઈન્દ્રિયથી ભિન્ન હોવો જરૂરી છે. તે જ આત્મા છે.
વળી ઈન્દ્રિય તો અચેતન છે નિયત વિષે (ને ગ્રહણ કરનારી) હોવાથી, પૂર્વ અને દક્ષિણ દિશાના ઝરોખાની જેમ. પૂર્વ ઝરોખાથી જે દેખાય છે તે દક્ષિણ દિશાના ઝરોખાથી નથી દેખાતું, પણ જોનાર વ્યક્તિ બન્ને દશ્ય એક પછી એક દેખી શકે છે, તો દેવદત્ત વગેરે દ્રષ્ટા બન્ને ગવાક્ષથી ભિન્ન છે, તેમ આંખથી માત્ર રૂપ દેખાય અને નાકથી માત્ર ગંધની જાણ થાય, ત્યારે પુરુષ તો બન્નેનો અનુભવ કરે છે. એટલે તે નિયત વિષયવાળો ન હોવાથી બંનેથી ભિન્ન એવો આત્મા માનવો.
अस्तु मन इति चेत्तदा चक्षुरादिव्यतिरिक्तं करणान्तरमपेक्ष्य रूपादीन् साक्षात्करोति, अनपेक्ष्य वा ? नाद्यः सञ्ज्ञाभेदमात्रविवादेप्यर्थे तदभावात् नेतरः । रूपादिषु चक्षुरादिसम्बद्धेषु युगपदनेकज्ञानोत्पत्तिप्रसङ्गात् । न मनः ।