________________
તર્કભાષા વાર્તિકમ્
૧૮૬
(૨૭) (માત્મનિરુપા) तत्रात्मत्वसामान्यवानात्मा । स च देहेन्द्रियादिव्यतिरिक्तः प्रतिशरीरं भिन्नो नित्यो विभुश्च । स च मानसप्रत्यक्षः।
अथ प्रमेयपदार्थं लक्षयति आत्मत्वसामान्यवानिति देहेति किण्वादिभ्यो मदशक्तिवदेहाकारपरिणतेभ्यो भूतेभ्यश्चैतन्यस्योत्पत्तेः स्थूलोहमिति सामानाधिकरण्यात् स्थूलत्वादेश्च देहधर्मत्वाच्चैतन्यविशिष्टदेहमात्रमात्मेति चार्वाकाः । सुषुप्त्यवस्थायां सत्यपि शरीरे चक्षुरादीनामुपरमे रूपादिविज्ञानाभावादूरगोष्ठीवत्परस्परगुणप्रधानभावेनानुरोधसम्भवात्, काणोहमितीन्द्रियाणामेंवाहमालम्बनતમને |
હવે પ્રમેય પદાર્થને ઓળખાવે છે. સચદેહેન્દ્રિયાદિ તિરિક્ત એમ કહ્યું છે તે ચાર્વાક વિગેરેના મતના નિરાસ માટે છે. કિવ- કેફ પેદા કરનાર બીજ વિશેષથી મદ શક્તિની જેમ દેહાકાર પરિણત ભૂતોથી ચૈતન્યનું અધિકરણ દેહ બનતો હોવાથી (હું, અને સ્થૂલત્વનું સમાનાધિકરણ છે) સ્થૂલત્વ વિ. દેહના ધર્મ હોવાથી ચૈતન્ય વિશિષ્ટ દેહ માત્ર જ આત્મા છે, એમ ચાર્વાકો માને છે.
ઇંદ્રિયોને જ આત્મા માને છે, તેમના મતને બતાવે છે.... ઉંઘમાં શરીર હોવા છતાં આંખ વિગેરે ઈદ્રિયોનો ઉપરમ (સ્વસ્વિકૃત્યથી અટકી જાય) થાય ત્યારે તૂરોઈ = દૂરના પ્રવચન વગેરેનું જેમ જ્ઞાન થતું નથી તેમ રૂપાદિનું જ્ઞાન થતુ નથી (તેથી શરીરને આત્મા ન માની શકીએ) કૅમકે પરસ્પર ગૌણ અને પ્રધાનભાવથી અનુરોધ સંભવી શકે છે. એટલે જ્ઞાનમાં શરીરની મુખ્યતા નથી પણ ઈન્દ્રિયની પ્રધાનતા છે. માટે ઈન્દ્રિયને આત્મા માનવો જોઈએ એવો આગ્રહ કરી શકાય છે. વળી એક આંખનો અભાવ હોય ત્યારે જ “કાણો છું' એવો અનુભવ થાય છે, એટલે કે આ “અહ” ઈન્દ્રિયનું જ આલંબન છે. એમ આત્મા ઈન્દ્રિય સ્વરૂપ છે. એમ અન્ય માને છે.
स्वप्नावस्थायां चक्षुराद्युपरमेऽपि मनसैव सर्व व्यापारोपपत्तेर्मन एवाहમિત્યારે |
ઉઘમાં આંખ વિ. નો વ્યાપાર વિરામ પામવા છતાં મનથી સર્વ વ્યાપાર