________________
૧૮૫
તર્કભાષા વાર્તિકમ્ प्रामाण्यमित्यर्थः । तत्प्रकारकत्वं प्रामाण्यमित्युक्ते, इदं रजतमिति भ्रमज्ञानेऽ तिव्याप्तिः, कथं ? तत्र रजतत्वस्य प्रकारकत्वेन भानाद्रजतत्वाभाववतश्च शुक्तिकाशकलस्य विशेष्यत्वात्तन्निरासाय तद्वद्विशेष्यकत्वे सतीति ग्राह्यं तथा तद्वद्विशेष्यका तत्प्रकारिका प्रमा जलत्ववद्विशेष्यकं जलत्वप्रकारकं ज्ञानं प्रमेत्यर्थः । ज्ञाने भासमानो धर्मः प्रकार इति बोध्यम्; इति चत्वारि प्रमाणानि वृण्वता प्रमाणपदार्थो विवृतः ॥
જે જ્ઞાન પ્રમાણ રૂપે નથી હોતુ તે સમર્થ પ્રવૃત્તિ જનક નથી હોતું. આવા વ્યતિરેકી અનુમાનથી અભ્યાસ દશાપન્ન જ્ઞાનનું પ્રામાણ્ય સાબિત થતાં, તેને દષ્ટાન્ત માની જલ પ્રવૃત્તિની પહેલા જ તેવા પ્રકારનાં લિંગથી અન્વયવ્યતિરેકી અનુમાનથી પછીના અભ્યાસદશા૫ન્ન જ્ઞાનનું પણ પ્રામાણ્ય અનુમિત થાય છે. તેથી પરત: પ્રામાણ્ય માનવું જોઈએ. '
પ્રામાણ્ય એ પ્રમાણનો ધર્મ છે કે પ્રમાનો ? ત્યાં પહેલી વાત બરાબર નથી અહીં પ્રમાણનો ધર્મ સંભવી શકતો નથી, કારણ કે પ્રમાણ એ કરણ છે. જ્યારે આ (પ્રામાણ્ય) તો પ્રમાણથી જૂન્ય જ્ઞાનમાં રહે છે, એટલે પ્રમાધર્મ માનવો બરાબર છે. પ્રામાણ્ય એટલે યથાર્થતા, જ્ઞાનના પ્રામાણ્યનું લક્ષણ કહે છે...
તે પ્રકારતાવાવિશેષ્યનું નિરૂપક હોતે છતે તત્વકારતાવાળું જ્ઞાન પ્રામાણ્ય કહેવાય છે. .
જલત્વવ જલ વિશેષ્ય હોય અને જલત્વ પ્રકાર હોય તે પ્રામાણ્ય, માત્ર તત્પકારકત્વ પ્રામાણ્ય કહીએ તો “ઈદંરજત” આવા ભ્રમ જ્ઞાનમાં અતિવ્યામિ થાય. કારણ કે રજતત્વનું પ્રકાર તરીકે ભાન થાય છે, પણ રજતત્વના અભાવ વાળો છીપલાનો ટુકડો વિશેષ છે માટે ભ્રમ છે. તેનાં નિરાસ માટે તદ્દ વિશેષ્યત્વે સતિ મૂકવું, જ્ઞાનમાં ભાસમાને ધર્મ પ્રકાર કહેવાય. આ પ્રમાણે ચાર પ્રમાણોનું વિવરણ કરતા પ્રમાણ પદાર્થનું વિવરણ થઈ ગયું.
(૧૦) પ્રમેયાળ . प्रमाणान्युक्तानि अथ प्रमेयाण्युच्यन्ते । आत्माशरीरेन्द्रियार्थबुद्धिमनः प्रवृत्तिदोषप्रेत्यभावफलदुःखापवर्गास्तु प्रेमेयमिति सूत्रम् (न्या.सू.१-१-९)