________________
૧૮૪
તર્કભાષા વાર્તિકમ્
જે એ પ્રમાણે છે તો અભ્યાસ દશામાં રહેલા જ્ઞાનનું પ્રામાણ્ય સ્વત ગ્રહણ થયું હોય તો સંશય સંભવી ન શકે. જ્ઞાનોપનીત પ્રામાણ્ય ક્યાંક મનથી નિશ્ચિત કરાય છે, તેટલા માત્રથી તેને સ્વત કહેવાય છે. જ્ઞાનનું અપ્રામાણ્ય (માનસ) જ્ઞાનનો વિષય નથી બનતું. પરંતુ દુષ્ટ ઈન્દ્રિય વિ. દોષના કારણે જે જ્ઞાન પેદા થાય છે, તેમાં વિસંવાદ જેવાથી અપ્રામાણ્યનો નિશ્ચય થાય છે. ઈત્યાદિ વિચારવું. | સ્વતત્વ એટલે જ્ઞાન ગ્રાહક સામગ્રીથી ગ્રહણ કરવા યોગ્ય, જેમકે - આલોક, પદાર્થસંયોગ વગેરે સામગ્રીથી જ્ઞાન ગ્રહણ કરાય છે અને જ્ઞાનનું પ્રામાણ્ય પણ તેનાથી જ જણાય.
જ્ઞાન ખરેખર માનસ પ્રત્યક્ષથી ગ્રહણ થાય છે. અને પ્રામાણ્ય તો અનુમાનથી (ગ્રહણ) થાય છે; જેમ કે જળજ્ઞાન થયા પછી જળની ઈચ્છાવાળાની પ્રવૃત્તિ બે પ્રકારની હોય છે, ફળવતી અને નિષ્ફળ. તેમાં જે ફળવતી પ્રવૃત્તિ હોય છે તે સમર્થ (કહેવાય છે. તેનાથી તે જ્ઞાનના યથાર્થરૂપ પ્રામાણ્યનું અનુમાન થાય છે; તે (અનુમાન વાક્યનો) પ્રયોગ આ રીતે થશે :- વિવાદાસ્પદ જળજ્ઞાન પ્રમાણ છે. કારણ કે તે સમર્થપ્રવૃત્તિનું જનક છે. જે પ્રમાણ નથી હોતું તે સમર્થપ્રવૃત્તિનું જનક નથી. જેમ કે પ્રમાણાભાસ, આ રીતે કેવલવ્યતિરેકી (અનુમાન) થશે.
__ अनेन तु केवलव्यतिरेक्यनुमानेनानभ्यासदशापन्नस्य ज्ञानस्य प्रामाण्येऽवबोधिते तदृष्टान्तेन जलप्रवृत्तेः पूर्वमपि तज्जातीयत्वेन लिङ्गेनान्वयव्यतिरेक्यनुमानेनान्यस्य ज्ञानस्याभ्यासदशापन्नस्य प्रामाण्यमनुमीयते । तस्मात् परत एव प्रामाण्यं न ज्ञानग्राहकेणैव गृह्यत इति ।
चत्वार्येव प्रमाणानि युक्तिलेशोक्तिपूर्वकम् । केशवो बालबोधाय यथाशास्त्रमवर्णयत् ॥
| તિ પ્રમાણપાર્થ સમાપ્ત . . ननु प्रामाण्यं प्रमाणधर्मो प्रमाधर्मो वा । नाद्योऽत्र प्रमाणधर्मोऽसम्भवात् द्वितीयो घटते प्रमाधर्मः याथार्थ्यमित्यर्थः । ज्ञानप्रामाण्यलक्षणमाह तद्वद्विशेष्यकत्वे ति तत्प्रकारकत्वं प्रामाण्यं, जलत्ववद्विशेष्यकत्वे सति जलत्वप्रकारकत्वं