________________
તર્કભાષા વાર્તિકમ્
१८२ स्वाभाविको विशेषः ।येनानयोर्विषयविषयिभावः । इतरथातीतानागतयो विषयत्वं न स्यात् । ज्ञानेन तत्र ज्ञातताजननासंभवादसति धर्मिणि धर्मजननायोगात् । किञ्च ज्ञातताया अपि स्वज्ञानविषयत्वात् तत्रापि ज्ञाततान्तप्रसङ्गस्तथा चानवस्था । अथ ज्ञाततान्तरमन्तरेणापि स्वभावादेव विषयत्वं ज्ञाततायाः । एवं चेत् तर्हि घटादावपि किं ज्ञाततयेति ।
તૈયાયિક :- એમ કહો તે બરાબર નથી. જ્ઞાન અને અર્થ વચ્ચે એવી કોઈક સ્વાભાવિક વિશેષતા છે, જેના લીધે વિષયવિષયીભાવ સંબંધ સંભવે છે. નહિતર ભૂતકાળ અને ભવિષ્યકાલના પદાર્થોમાં વિષયત્વ ન રહેત. તે ઘટથી જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. ત્યાં ધર્મ ન હોવાથી ધર્મ ઉત્પન્ન થવાની શક્યતા ને લીધે જ્ઞાન વડે જ્ઞાતતા ઉત્પન્ન કરી શકાશે નહિ. તેમજ જ્ઞાતતા પણ પોતાનાં જ્ઞાતતા વિષયક જ્ઞાનનો વિષય હોવાથી તેમાં પણ બીજી જ્ઞાતતાનો પ્રસંગ ઉભો થવાથી અનવસ્થા દોષ થશે. તેનાથી બચવા જ્ઞાતતાનું સ્વાભાવિક જ (જ્ઞાન) વિષયત્વ સ્વીકારવામાં આવે તો એવચેતુ - જો એમ જ હોય તો ઘટ વગેરેમાં પાણ જ્ઞાતતા માનવાનો શો અર્થ? એટલે જ્ઞાતતાની જેમ સ્વાભાવિકરૂપથી ઘટ પણ જ્ઞાનનો વિષય બની શકશે ને ! એનો મતલબ જ્ઞાતતા વ્યર્થ છે.
अस्तु वा ज्ञातता तथापि तन्मात्रेण ज्ञानं गम्यते । प्रामाण्यं तु कुतः ? अथ ज्ञाततया ज्ञानमात्रं गृह्यते, प्रामाण्यं ज्ञातताविशेषेणेत्युच्यते तर्हि ज्ञाततया ज्ञानं गृह्यते । ज्ञातताविशेषेण प्रमाणज्ञानाव्यभिचारिणा प्रामाण्यमिति कुत एव ज्ञानग्राहकग्राह्यता प्रामाण्यस्य ? अथ केनचिज ज्ञातताविशेषेण प्रमाणज्ञानाव्यभिचारिणा ज्ञानप्रामाण्ये सहैव गृह्यते । एवं चेदप्रामाण्येऽपि शक्यमिदं वक्तुम्, केनचिज् ज्ञातताविशेषेणाप्रामाणज्ञानाव्यभिचारिणा ज्ञानाप्रामाण्ये सहैव गृह्येते इत्यप्रामाण्यमपि स्वत एव गृह्यताम् । अथैवमप्यप्रामाण्यं परतस्तर्हि प्रामाण्यमपि परत एव गृह्यताम् । ज्ञानग्राहकादन्यत इत्यर्थः।
અથવા તો (થોડા સમય માટે માની લઈએ કે) જ્ઞાતતા છે. તો પણ તેનાથી માત્ર જ્ઞાન પ્રાપ્ત થશે, પરંતુ તેનું પ્રમાણ ક્યાંથી મળશે ? અને જો તમે)