________________
૧૮૧
તર્ક ભાષા વાર્તિકમ્ सायनामकं ज्ञानज्ञानं ज्ञेयं "ज्ञातो घट'' इत्यत्र ज्ञानजन्यज्ञेयनिष्ठज्ञाततानामकश्चिद्धर्मस्समुत्पन्नस्तेनार्थापत्त्या ज्ञानं गृह्यतेऽनुमानेन च प्रामाण्यमित्यर्थः ।
મીમાંસક - જ્ઞાનથી જન્મેલી જ્ઞાતતાનો આધાર હોવુ એ જ ખરેખર ઘટાદિજ્ઞાનનું વિષયત્વ છે. વિષય વિષયી વચ્ચે તાદાત્મ – અભેદ સંબંધ સંભવતો નથી, કારણ કે વિષય અને વિષીનું તાદામ્ય -સ્વીકારવામાં આવ્યું નથી. (બાહ્ય દેખાતા ઘટ અને અંદર ભાસતા ઘટ જ્ઞાનને એક માનવાની આપત્તિ હોવાથી.) તદુપત્યા - તેની ઉત્પત્તિથી (અર્થાત્ ઘટ જ્ઞાન ઘટથી ઉત્પન્ન થાય છે તેથી) ઘટમાં (જ્ઞાન) વિષયેત્વ માનતા ઈન્દ્રિય વિ. ની પણ વિષયતા સ્વીકારવી પડશે. તે કારણ કે આલોક ઈન્દ્રિય વગેરેથી પણ ઘટ જ્ઞાન ઉત્પન્ન થાય જ છે. તેને ઈદમનુમીયતે- જ્ઞાનત્વનું પ્રતિસંધાન થવાથી આ પ્રમાણે - જ્ઞાનને ઘટમાં કંઈક (= જ્ઞાતતા) એવું ઉત્પન્ન કર્યું છે, જેને લીધે ઘટે જ તે જ્ઞાનનો વિષય થઈ શકે છે. અન્ય કોઈ નહિં, તેથી વિષયત્વની અન્ય કોઈ રીતે ઉપપત્તિ નહિ થવાથી તે અન્યથા અનુપપજ્યા વિષયનું અનુમાન કરાય છે. આ વિષય જ્ઞાનને પ્રત્યક્ષવાદી સ્વીકારતો ન હોવાથી “અનુમીયતે” એમ કહ્યું છે. " જ્ઞાનનો ઉત્પાદક જ્ઞાનનો વિષય છે, એથી (કહે છેકે) “ઘટજ્ઞાનવાળો હું છું અહીં જ્ઞાનનું અનુવ્યવસાય નામનું જ્ઞાન છે, અને તે ઘટનું જ્ઞાન ય છે, = અનુવ્યવસાય જ્ઞાનનો વિષય છે, એટલે અનુવ્યવસાયજ્ઞાનથી ?ય = જાણવા યોગ્ય પદાર્થ પણ જ્ઞાન જ છે. “જ્ઞાતો ઘટઃ = મેં ઘટ જાણો” અહીં જ્ઞાનથી જન્ય જે શેય (પદાર્થ) માં રહેલી જ્ઞાતતા નામનો કોઈક પદાર્થ પેદા થયો છે. તેથી અર્થપત્તિથી જ્ઞાન ગ્રહણ થાય છે. ઘટને આપણે જ્ઞાત તરીકે ઓળખ્યો, તેથી તેમાં જ્ઞાતતા ધર્મ તો આવ્યો છે એ તો નક્કી થયું. હવે પ્રશ્ન એ થાય છે કે આ ધર્મ ધટમાં આવ્યો ક્યાંથી ? એથી જ્ઞાતતા ધર્મની સંગતિ કરવા ઘટ ઉપર જ્ઞાનની પ્રક્રિયા આવશ્યક છે, કારણ કે જ્યાં સુધી ઘટને જાણવાની પ્રક્રિયા થતી નથી ત્યાં સુધી તો આપણને જ્ઞાતો ઘટ’ એવું ભાન થતું નથી. એમ જ્ઞાતતાના આધારે ઉભી થયેલી અર્થપત્તિથી ઘટજ્ઞાનનું ભાન થાય છે અને અનુમાનથી પ્રામાણ્ય.
मैवम् । स्वभावादेव विषयविषयितोपपत्तेः । अर्थज्ञानयोरेतादृश एव