________________
૧૮૦
તકભાષા વાર્તિકમ્
(મીમાંસકમતનિરાકરણ) સિદ્ધાન્તી પ્રત્યુત્તર આપે છે :- તયા - જ્યારે અર્થપત્તિથી “જ્ઞાનનું ગ્રહણ કરવામાં આવે છે.” તેને જ અમે સ્વીકારતા નથી. (તેથી) ત્યારે અર્થપત્તિથી (જ્ઞાનનું) પ્રામાણ્ય (થાય તે વિધાન) તે દૂરજ રહ્યું. વ્યક્તિનું જ્ઞાન થયા વિના જાતિનું જ્ઞાન સંભવતુ ન હોવાથી, જાતિગ્રહણ સામગ્રી વ્યક્તિ ગ્રહણ સામગ્રીમાં રહેવાથી ગ્રહણ થાય છે (થતી હોવાથી). આ અભિપ્રાય થી કહે છે. તયેતિ ઈત્યાદિ દ્વારા પરાભિમતનો તિરસ્કાર કરવામાં આવ્યો છે. એટલે જ્ઞાન વ્યક્તિ જ ગ્રહણ ન થઈ હોય તો પછી તેનો ધર્મ-પ્રામાણ્યને ગ્રહણ કરવાનો સવાલ જ નથી થતો. અર્થાત્ અર્થપત્તિથી જ્ઞાન કે તેનું પ્રામાણ્ય એક પણ ગ્રહણ થતું નથી.
ઈદંકિલ:- પ્રતિપક્ષીનો મત તો આ પ્રમાણે છે. ઘટ વગેરે વિષયનું જ્ઞાન થતા “મેં આ ઘડો જાણ્યો’ આ પ્રકારની ઘટની જ્ઞાતતા પ્રતીત થાય છે અને તે જ્ઞાન થયા પછી જ્ઞાતતા નોમનો કોઈ એક ધર્મ ઉત્પન્ન થયો. એનું અનુમાન થાય છે. તે ધર્મ જ્ઞાનની પૂર્વે ઉત્પન્ન ન થયો હોવાથી ( જ્ઞાન વિના જ્ઞાતતા ઉત્પન્ન થઈ શકતી નથી. એવી અન્યથા અનુપપત્તિ જન્ય) અર્થાપત્તિથી તેના પોતાનાં કારણભૂતજ્ઞાનનું જ્ઞાતતાથી સૂચન થાય છે. પરંતુ આ પ્રતિપક્ષીની દલીલ) યોગ્ય નથી. કારણ કે જ્ઞાનના વિષયથી જુદી કોઈ જ્ઞાતતા નથી. . ननु ज्ञानजनितज्ञातताधारत्वमेव हि घटादेनिविषयत्वम् । तथाहि न तावत् तादात्म्येन विषयता, विषयविषयिणोर्घटज्ञानयोस्तादात्म्यानभ्युपगमात् । तदुत्पत्त्या तु विषयत्वे इन्द्रियोदेरपि विषयत्वापत्तिरिन्द्रियादेरपि तस्य ज्ञानस्योत्पत्तेः । तेनेदमनुमीयते । ज्ञानेन घटे किञ्चिजनितं येन घट एव तस्य ज्ञानस्य विषयो नान्य इत्यतो विषयत्वान्यथानुपपत्तिप्रसूतयार्थापत्यैव ज्ञाततासिद्धिः, न तु प्रत्यक्षमात्रेण । ..
तादात्म्येनेति अर्थज्ञानयोः स्वरूपत्वेन अभेदसम्बन्धेनेत्यर्थः तदुत्पत्त्येति तस्मात् घटात् उत्पत्ति निस्य तथा इति ।
ननु ज्ञानोत्पादको ज्ञानविषयोऽत आह 'घटज्ञानवानहमि' त्यत्रानुव्यव