________________
તર્કભાષા વાર્તિકમ્
સમાધાન :- જ્ઞાનં ચેતિ - વળી જ્ઞાન તો પ્રવૃત્તિની પહેલાં જ સ્વીકારી લેવામાં આવે છે. નહીંતર પ્રામાણ્ય અપ્રામાણ્યનો સંદેહ પણ કયાંથી થાય ? આમ મૂળકારના શબ્દોથી જ શંકા નાબૂદ થઈ જાય છે.
ननु ज्ञानज्ञानमेव न जातं कुतः प्रामाण्यज्ञानम् ? अत आह- कथमिति धर्मिज्ञानं विना तव संशयो न स्यादतो ज्ञानज्ञानमुभयसिद्धमिति भावस्तज्ज्ञानज्ञानं मानसं वा ज्ञाततालिङ्गकं वा न कश्चिद् विशेषः तस्मादिति ज्ञाततान्यथानुपपत्त्या प्रमाणेन जनिता - उत्पादिता याऽर्थापत्तिः प्रमातया ज्ञानविषयीकरणदशायां तथैव तद्गतप्रामाण्यमवगाह्यत इत्यर्थः । प्रथममिति यदि ज्ञानमात्रं प्रथमं गृह्यते पश्चादनुमानेन तद्गतप्रामाण्यं निश्चीयते तदानिश्चितप्रमाणभावमेवानुमानं प्रामाण्यं निश्चायति, ज्ञानेन साकं पूर्वं तस्य गृहीतत्वात् तथागृहीतग्रहणेऽनवस्थानं जाजगीति तस्मात्परतः प्रामाण्यपक्षस्थानवस्था दुःस्थत्वाद् बोधात्मकत्वेनैव सर्वेषां ज्ञानानां प्रामाण्यं । कचित् तत्त्वार्थान्यथाज्ञानेन हेतूत्थदोषज्ञानेन वा तत्प्रामाण्यं अपोद्यते । एवं सति प्रामाण्यस्य स्वतस्त्वं कक्षीकर्त्तव्यमिति ॥
૧૭૮
શંકાકાર :- જ્ઞાનનું જ્ઞાન જ (ભાન જ) નથી થયું તો પ્રામાણ્યનું જ્ઞાન ક્યાંથી થાય ?
સમાધાન :- જ્ઞાનનું ભાન ન થાય તો જ્ઞાન રૂપી ધર્મીની જાણ થયા વિના તેના સંબંધી તને સંશય કેવી રીતે થશે ? જેને પુરૂષનું જ્ઞાન નથી, તેણે ‘‘પુરૂષ છે કે નહિં’’ એવો સંશય સંભવતો નથી. એટલે જ્ઞાનનું જ્ઞાન બન્ને પક્ષે સિદ્ધ છે. તે તે જ્ઞાનનું જ્ઞાન માનસ પ્રત્યક્ષ હોય કે જ્ઞાતતાલિંગથી અનુમિતિ રૂપે હોય તેમાં કશો (ભેદ) ફેર પડતો નથી.
તસ્માત્ પ્રવૃત્તઃ - તેથી પ્રવૃત્તિની પહેલાં જ્ઞાતતાની અન્ય કોઈ રીતે ઉપપતિ ન થતી હોવાથી તે (અનુપપત્તિ) માંથી ઉત્પન્ન અર્થપત્તિથી જ્ઞાન ગ્રહણ થાય છે અને તેથી જ્ઞાનમાં રહેલું પ્રામાણ્ય પણ તેજ અર્થપત્તિથી નિશ્ચિત થઈ જાય છે. જો પહેલાં જ્ઞાન માત્ર ગ્રહણ કરાય, પાછળથી અનુમાન દ્વારા તેમાં
૬. હ્રાતિ L.D.