________________
તર્કભાષા વાર્તિકમ્ लम्भे इति जलप्राप्तावित्यर्थः । अवधारयतीति संवादिप्रवृत्तिजनकत्वलिङ्गेन समर्थप्रवृत्तिजनकत्वचिह्वेनेत्यर्थः, कश्चिदिति मीमांसकः प्रागेवेति तदप्रामाण्याविषयकयावत्तद्ज्ञानेन तज्ज्ञानप्रामाण्यविषयीकरणादितिभावः । एतदेवाह । स्वत एवेति तेन केनचिदेव प्रामाण्यं गृह्यते इति मतानपेक्षत्वमित्यर्थः । ज्ञानग्राहकात्प्रमाणग्राहकादित्यर्थः । ज्ञानं चेति ।
ननु ज्ञानमपिप्रवृत्त्युत्तरकालं गृह्यते चेत् प्रामाण्यनिश्चयोत्तरकालं प्रवृत्तिरिति न घटते, ज्ञानप्रामाण्ययोः सह ग्रहणाभ्युपगमादित्याशङक्याह ज्ञानं चेति ।
(સ્વતઃ પ્રામાણ્ય) બન્ને પક્ષ વસ્તુ પ્રતિ પ્રવર્તે છે, ઍબાલ પંડિત બધાને અનુભવ સિદ્ધ છે. જલ પ્રતિલભે એટલે જલ પ્રાપ્ત થયે છતે પ્રામાણ્યનો નિશ્ચય કરે છે. સંવાદિ - જેવું ધાર્યું હોય તેવી પ્રવૃત્તિ ને ઉત્પન્ન કરનાર ચિહ્ન દ્વારા નિશ્ચય કરે છે. અત્ર કશ્ચિદાહ આ બાબતમાં કોઈ (=મીમાશંક) કહે છે (પ્રવૃત્તિની) પૂર્વે જ જ્ઞાનનાં પ્રામાયને નિશ્ચિત કરીને જ પુરૂષ પ્રવૃત્ત થાય છે. પ્રવૃત્તિની પહેલાં જ અપ્રામાણ્યના અવિષયવાળું જેટલું જ્ઞાન છે, તે જ્ઞાનને વિષય બનાવનાર જે જ્ઞાન છે, તે જ્ઞાન - વિક્ષિત જ્ઞાનના પ્રામાણ્યને વિષથ કરતુ હોવાથી જ્ઞાનગત પ્રામાણ્ય સ્વતઃ ગ્રાહ્ય કહેવાય છે. એટલે અનુવ્યવસાયજ્ઞાન જ્ઞાનગતપ્રામાણ્યને ગ્રહણ કરે છે. એમ જ્ઞાન ગ્રાહક સામગ્રીથી અન્ય સામગ્રીની જરૂર પડતી ન હોવાથી પ્રામાણ્ય સ્વત ગ્રાહ્ય કહેવાય છે. આ જ વાતને કહે છે -
સ્વતિ વિ તેથી જ્ઞાનના પ્રામાણ્યને જાણવા જ્ઞાન ગ્રાહક સામગ્રીથી અતિરિક્ત સામગ્રીની અપેક્ષા રહેતી નથી; એમ કહેવાથી “(અન્ય) કોઈ વડે જ પ્રામાણ્ય ગ્રહણ કરાય છે. આવામતની અપેક્ષા રાખ્યા વિના જ્ઞાનનું પ્રામાણ્ય ગ્રહણ થાય છે. આવો અર્થ સમજવાનો છે.જ્ઞાન ગ્રાહક એટલે પ્રેમ સ્વરૂપ યથાર્થ જ્ઞાનને ગ્રહણ કરનાર સામગ્રીથી પ્રામાણ્યનો ગ્રહ = ભાન થાય છે.
શંકાકાર :- જ્ઞાન પણ પ્રવૃત્તિની ઉત્તરકાળમાં ગ્રહણ કરાય, - પ્રામાણ્ય નિશ્ચયની ઉત્તરમાં પ્રવૃત્તિ ઘટે નહિ. કારણ કે જ્ઞાન અને પ્રામાણ્યનું સાથે ભાન થાય છે, એવું સ્વીકારેલું છે.