________________
તર્કભાષા વાર્તિકમ્
પરતઃ પ્રામાણ્ય પણ બે પ્રકારે છે. ઉત્પત્તિમાં પરતઃ પ્રામાણ્ય એટલે જ્ઞાન કારણથી અતિરિક્ત કારણથી ઉત્પન્ન થવું. એટલે કે ઈન્દ્રિય અને અર્થના સંયોગ વિગેરેથી જ્ઞાન પેદા થાય છે. તેનાથી અતિરિક્ત ગુણ કે દોષથી પ્રમાણ કે અપ્રમાણ એવું તેનું જ્ઞાન પેદા થાય છે.
જ્ઞમિમાં પરતઃ પ્રામાણ્ય એટલે જ્ઞાન ગ્રાહક સિવાયના કારણથી જેનું ભાન થાય. જ્ઞાન મનથી જણાય છે તેમાં રહેલું પ્રામાણ્ય અનુમાનથી જણાય છે. “મને ઘટાદિનું જ્ઞાન થયું છે” આવું ભાન મનથી થાય છે, જ્યારે આ જ્ઞાન સાચું છે, આવી ખાત્રી કરવા માટે અનુમાન કરવું પડે છે. એ પ્રમાણે હોવાથી સ્વતઃ પ્રામાણ્યની ઉપેક્ષા કરી પરતઃ પ્રામાણ્યને સાધવા પ્રવૃત્ત થયેલા પુરૂષની પ્રવૃત્તિ બે પ્રકારે છે, એ પ્રમાણે લોકમાં પ્રસિદ્ધ વસ્તુ સ્થિતિનો અનુવાદ કરે છે. જેમ કે લોકમાં તરસ્યો માણસ તરસ છિપાવા પાણીને જાણવાની ઈચ્છાવાળો પાણીનું જ્ઞાન થતાં તે જ્ઞાન અભ્યાસ દશાને પામેલું ન હોવા છતાં આ તરસ છિપાવા માટે સમર્થ છે, એવી જાતિવાળું લાગે છે. તેના આધારે તે પ્રકારના લિંગથી યથાર્થનો નિશ્ચય કરી તરસ છીપાવા માટે સમર્થ છે. શીતલ અને દ્રવરૂપે દેખી એનાથી તરસ છીપે એમ છે. (જે પદાર્થથી તરસ છીપે, એવી જાતિને ઓળખવાની નિશાની શીતલતા, દ્રવત્વ છે. તે દેખી આ પાણી જ છે, એવો નિશ્ચય કરી લે છે.) આ એક પક્ષ છે
બીજો પક્ષ પાણીનું જ્ઞાન થાય પછી આ તો ઠંડુ લાગે છે. માટે પીવા તો દે! કદાચ આનાથી મારી તરસ છીપી જાય, એમ ખેતીની જેમ સંદેહથી પાણી તરફ પ્રવૃત્તિ કરે, અને તરસ છીપતા સમર્થપ્રવૃત્તિને ઉત્પન્ન કરનાર લિંગ વડે અભ્યાસ દશા પામેલ તે જ્ઞાનનું પ્રામાણ્ય નિશ્ચિત કરે છે. આ બીજો પક્ષ છે.
ज्ञानं च प्रवृत्तेः पूर्वमेव गृहीतं, कथमन्यथा प्रामाण्याप्रामाण्यसंदेहोऽपि स्यात् । अनधिगते धर्मिणि संदेहानुदयात् । तस्मात् प्रवृत्तेः पूर्वमेव ज्ञाततान्यथानुपपत्तिप्रसूतयार्थापत्त्या ज्ञाने गृहीते ज्ञानगतं प्रामाण्यमप्यर्थापत्त्यैव गृह्यते ततः पुरुषः प्रवर्तते । न तु प्रथमं ज्ञानमात्रं गृह्यते ततः प्रवत्त्युत्तरकाले फलदर्शनेन ज्ञानस्य प्रामाण्यमवधार्यते । ।
उभयमपि वस्तुप्रवृत्तमाबालपण्डितमनुभवसिद्धत्वादितिभावः । जलप्रति