________________
તર્કભાષા વાર્તિકમ્ इदमिदानीमिति प्रमाणनिरूपणान्तरं तद्गतं प्रमाण्यं विचार्यते । तत् स्वतस्त्वं द्विविधं । उत्पत्तौ ज्ञप्तौ च । तत्रोत्पत्तौ स्वतस्त्वं नाम ज्ञानकारणमात्रजन्यत्वम् । येन ज्ञानं जायते तेनैव प्रामाण्यं सदेव जायत इत्यर्थः । ज्ञप्तौ स्वतस्त्वं ज्ञानग्राहकमात्रग्राह्यत्वम्, येन ज्ञानं गृह्यते तेनैव प्रामाण्यं सदेव गृह्यते।
।
૧૭૫
પ્રામાણ્યવાદ
‘ઇદમિદાનીં નિરૂપ્યતે’ હવે પ્રામાણ્ય વાદનું નિરૂપણ કરવામાં આવે છે. પ્રમાણનું નિરૂપણ કર્યા પછી તેમાં રહેલા પ્રામાણ્યનો વિચાર કરાય છે. તે સ્વતઃ પ્રામાણ્ય બે પ્રકારનું છે. તે સ્વતપણું ઉત્પત્તિમાં-જ્ઞપ્તિમાં છે. ત્યાં ઉત્પત્તિમાં સ્વતઃપણું એટલે માત્ર જ્ઞાનના કારણથી ઉત્પન્ન થનાર. એટલે જેના વડે જ્ઞાન પેદા થાય તેનાથી જ પ્રામાણ્ય સિદ્ધ થઈ જાય. (પેદા થઈ જાય) જ્ઞપ્તિમાં સ્વતઃ પ્રામાણ્ય એટલે જ્ઞાનને ગ્રહણ કરનાર (સામગ્રી) સિવાય તેના પ્રામાણ્ય માટે બીજા કોઈની અપેક્ષા નથી. એટલે કે જેના વડે જ્ઞાનનું ભાન થાય તેનાથી જ પ્રામાણ્યનું પણ ભાન થાય.
परतस्त्वमपि द्विविधं उत्पत्तौ ज्ञप्तौ च ।
तत्रोत्पत्तौ परतस्त्वं नाम ज्ञानकारणातिरिक्तकारणजन्यत्वं इन्द्रियार्थसंप्रयोगादिना ज्ञानं जायते तदतिरिक्तेन गुणेन दोषेण वा तज्ज्ञानं प्रमाणं अप्रमाणं वा जायते, ज्ञप्तौ परतस्त्वं ज्ञानग्राहकातिरिक्तग्राह्यम् ज्ञानं मनसा गृह्यते तद्गतं प्रामाण्यमनुमानेनैवं स्थिते स्वतः प्रामाण्यं प्रतिक्षिप्य परतः प्रामाण्यं साधयितुं लोके प्रवर्तमानानां पुंसां प्रवृत्तिरुभयथेति लोकसिद्धां वस्तुगतिमनुवदति ।लोके हि पिपासुः पुमान् तृडुपशमनाय जलं जिज्ञासमानो जलज्ञाने जाते तस्य ज्ञानस्यानभ्यासदशापन्नंस्यापि समर्थ प्रवृत्तिजनकजातीयत्वलिङ्गेन यथार्थत्वं निश्चित्य प्रवर्तत इत्येकः पक्षः ।
अन्यस्तु जलज्ञानान्तरं कृष्यादाविव सन्देहात्तत्र प्रवर्तमानः फललाभे सति समर्थ प्रवृत्तिजनकत्वलिङ्गेन तस्य ज्ञानस्याभ्यासदशापन्नस्य यथार्थत्वं निश्चिनोतीत्यपरः पक्षः ।
"