________________
૧૭૪
તર્કભાષા વાર્તિક सङ्कोचनीयत्वादित्यर्थः ॥
હકીકતમાં વસ્તુનું સ્વરૂપ પણ સંબંધ તરીકે વ્યવસ્થિત થઈ શકે છે. તમારા મતમાં ક્યાંક સ્વરૂપને સંબંધ તરીકે માનેલ છે. જેમ કે ભૂતલમાં ઘટાભાવ છે અહીં સ્વરૂપ પણ સંબંધ તરીકે જ નિયામક બને છે. કારણ કે અભાવમાં સમવાયાદિ સંબંધનો સંભવ નથી ક્યાંય પણ માનેલ નથી. માટે.) * શંકાકાર (મીમાંસક) તથા ચ - અસંબદ્ધસ્યાભાવસ્યન્દ્રિોણ ગ્રહણ ન સંભવતિ. જે જે ઈન્દ્રિય છે તે તેનાથી સંબદ્ધને જ પ્રકાશિત કરે છે. આ વ્યામિને અંગીકાર કરીએ છીએ.
સમા(નૈયા.): પરંતુ આ વ્યવસ્થા માત્ર ભાવ (પદાર્થ)ના વિધ્યવાળી છે. માટે આનાથી અભાવનું ઈન્દ્રિય ગ્રાહ્યપણું હણાતું નથી. મૂળમાં ‘ભાવાવચ્છિન્નત્વાતું વ્યાપે ભવ’ ‘ઈન્દ્રિય સંબદ્ધ અર્થને ગ્રહણ કરે છે. તેથી ભાવ(પદાર્થ) ને પ્રકાશિત કરનારી ઈન્દ્રિય ભાવ પદાર્થ પુરતી જ મર્યાદિત છે. તેથી ભાવ૫દાર્થને પ્રકાશિત કરનારી ઈન્દ્રિય ભાદ્રપદાર્થને પ્રાપ્ત કરીને (બરાબર ત્યાં સુધી પહોંચીને) જે તે વિષયને પ્રકાશિત કરે છે. એટલે તે વ્યક્તિનો માત્ર ભાવ પદાર્થ વિષય હોવાના લીધે સંકોચ કરવો જોઈએ. જે જે ભાવ૫દાર્થ ઈન્દ્રિયગ્રાહ્ય હોય, તે ઈન્દ્રિયસંબદ્ધ થઈને જ ગ્રાહ્ય બને છે, એટલે પહેલા વ્યાપ્તિમાં પદાર્થ માત્રની વાત હતી, તેનો સંકોચ કરી વ્યામિને ભાવ૫દાર્થ સાથે જકડી સંબદ્ધ કરી.
(૪૨) (પ્રમાણૂવા:) इदमिदानीं निरूप्यते । जलादिज्ञाने जाते तस्य प्रामाण्यमवधार्य कश्चिजलादौ प्रवर्तते । कश्चित्तु संदेहादेव प्रवृत्तः । प्रवृत्त्युत्तरकाले जलादिप्रतिलम्भे सति प्रामाण्यमवधारयतीति वस्तुगतिः ।
अत्र कश्चिदाह । प्रागेव प्रवृत्तेः प्रामाण्यमवधारणात् । अस्यार्थः। येनैव यज् ज्ञानं गृह्यते तेनैव तद्गतप्रामाण्यमपि, न तु ज्ञानग्राहकादन्यज् ज्ञानधर्मस्य प्रामाणस्य ग्राहकम् । तेन ज्ञानग्राहकातिरिक्तानपेक्षत्वमेव स्वतस्त्वं प्रामाण्यस्य ।