________________
૧૭૩
તર્કભાષા વાર્તિકમ્ प्रकाशयति न त्वभावमपि, अभावं प्रकाशयदिन्द्रियं विशेषणविशेष्यभावमुखेनैवेति सिद्धान्तः। असंबद्धाभावग्रहेऽतिप्रसङ्गदोषस्तु विशेषणतयैव निरતઃ સમગ્ર પરમને ..
यत्रोभयो समो दोषः परिहारोऽपि वा समः । नैकः पर्यनुयोक्तव्यस्तादृगर्थविचारेण ॥
(મૂળકારની શંકાનું સમાધાન) નૈયાયિક :- (તમારી શંકા) બરાબર છે. (પરંતુ ઈન્દ્રિય સંબદ્ધ અર્થને ગ્રહણ કરે છે એ) વ્યાપ્તિ (માત્ર) ભાવ (પદાર્થ) પુરતી જ મર્યાદિત છે. તેથી ભાવ (પદાર્થ) ને પ્રકાશિત કરનારી ઈન્દ્રિય (ભાવ પદાર્થ) પ્રાપ્ત કરીને (eત્યાં સુધી પહોંચીને) જ તેને પ્રકાશિત કરે છે, નહીં કે અભાવને પ્રકાશિત કરનારી ઈન્દ્રિય, તે (તો) વિશેષણ વિશેષ્યભાવ દ્વારા જ (તેને) પ્રકાશિત કરે છે એવો સિદ્ધાન્ત છે. (અને આ સિદ્ધાંત સ્વીકારવામાં થતો) અસંબદ્ધ અભાવના ગ્રહણમાં (આવતો) અતિપ્રસંગ દોષ તો વિશેષણતાથી જ નિરસ્ત થઈ જાય છે. જે પદાર્થના આધારે જેમાં વિશેષણતા આવે તે વિશિષ્ટ પદાર્થને ગ્રહણ કરવામાં તેવી વિશેષતા સંબંધની ગરજ સારે છે. એટલે અસંબદ્ધ પદાર્થને ગ્રહણ કરવાની આપત્તિ નથી. અને (તે ઉપરાંત) (તે દોષ તો) પ્રતિવાદીના મતમાં પણ સમાન જ છે.કારણ કે અનુપલબ્ધિને પ્રમાણ માનો, ત્યાં પણ ઇંદ્રિયસંબદ્ધતા નથી.
જ્યાં બંને પક્ષે (વાદી, પ્રતિવાદી)માં સમાન દોષ હોય અને તેનો પરિવાર પણ સમાન જ હોય, ત્યાં એવા પ્રકારના અર્થનો વિચાર કરતી વખતે કોઈ એક પક્ષ પર જ દોષારોપણ ન કરવું જોઈએ.
वस्तुतस्तु स्वरूपस्यापि सम्बन्धत्वव्यवस्थितेः । तव मते क्वचिद् भूतले घटाभावोस्ति क्वचिनेत्यत्र स्वरूपसम्बन्ध एव नियामक इति ।।
तथाचेति यद् यदिन्द्रियं तत्तत्सम्बद्धमेव प्रकाशयतीति यदुक्तं तदङ्गीक्रियते, परंत्वस्या व्यवस्थाया भावमात्रविषयत्वाद् असम्बद्धस्याभावस्येन्द्रियकत्वं न हीयते । कुतः ? भावावच्छिन्नत्वादिति तस्या व्याप्तेर्भावमात्रविषयतया