________________
૧૭૨
તકભાષા વાર્તિક तस्माद्विशेषणविशेष्याभावो न सम्बन्धः, एवं व्याप्यव्यापकभावादयोऽपि । सम्बन्धशब्दप्रयोगस्तूभयनिरूपणीयत्वसाधर्म्यणोपचारात् । तथा चासम्बद्धस्याभावस्येन्द्रियेण ग्रहणं न सम्भवति ।
तस्मादिति
આમ વિશેષણભાવ, અને વિશેષ્યભાવ એમ અર્થ પ્રાપ્ત થયો. તેઓ બે છે, અને સંબંધ (તો) એક (જ) હોય છે. તેથી વિશેષણવિશેષ્યભાવ (એ) સંબંધ નથી. આ જ રીતે વ્યાપ્યવ્યાપકભાવ વગેરે પણ (સંબંધ નથી) (વિશેષણ વિશેષભાવ વ્યાપ્ય-વ્યાપકભાવ વગેરે માટે કરવામાં આવતો) સંબંધ શબ્દનો પ્રયોગ તો બને દ્વારા તે તે બાબત નિરૂપણીય હોવાથી (તેનું સંબંધની સાથે) સદશ્ય હોઈ ગૌણરૂપે જ કરવામાં આવે છે. આમ સંબંધ નહીં હોવાથી ઈન્દ્રિય દ્વારા ગ્રહણ ન થઈ શકે. •
“તસ્મા વિશેષણ વિશેષભાવો ન સંબંધ”... એમ વ્યાવ્યવ્યાપકભાવ વગેરે પણ સંબંધ નથી.
ननु ‘इदं भूतलं घटाभाववदि' त्यत्र भूतलं विशेष्यं घटाभावो विशेषणं "इह भूतले घटाभाव'' इत्यत्र सप्तम्यन्तं विशेषणमिति न्यायाद् भूतलं विशेषणं घटाभावो विशेष्यमिति विशेषणविशेष्यभावसम्बन्धोऽस्तीति चेन्न विशेषणविशेष्यभावस्तु सम्बन्ध एव नास्ति यतो विशिष्यते यत्तद्विशेष्यं विशिष्यतेऽनेनेति विशेषणमितियावत् विशेषणविशेष्ययोः कामचारादिति ।
શંકાકાર :- “આ ભૂતલ ઘટાભાવવાળું છે'. અહીં ભૂતલ વિશેષ્ય ઘટાભાવ વિશેષાણ છે. ઈહભૂતલે = આ ભૂતલમાં ઘટાભાવ છે. અહીં સમસ્યા વિશેષણ હોય છે, એ ન્યાયથી ભૂતલ વિશેષણ અને ઘટાભાવ વિશેષ છે, શું એ પ્રમાણે વિશેષણવિશેષભાવ સંબંધ છે ?
સમાધાન :- એમ નથી. વિશેષણ વિશેષભાવ તો સંબંધ જ નથી. જે બીજાથી છુટુ પડે તે વિશેષ્ય, જેના વડે છુટુ પાડવામાં આવે તે વિશેષણ, વિશેષણ અને વિશેષ્ય ઈચ્છા મુજબ થઈ શકે છે.
सत्यम् । भावावच्छिन्नत्वाद् ब्याप्तेर्भावं प्रकाशयदिन्द्रियं प्राप्तमेव