________________
૧૭૧
તકભાષા વાર્તિકમ્ __ अभावस्यापीति अभावस्य व्यापकत्वं कारणत्वं च दर्शयति । यथा घटप्रागभावरूपस्य मृत्पिण्डस्य घटं प्रति व्यापकत्वं घटकारणरूपस्य मृत्पिण्डस्य घटं प्रति कारणत्वं वास्ति, तथा 'इदं भूतलं घटाभाववत्' इत्यत्र इदन्ताविशिष्टभूतले घटाभावोऽन्यत्रापि घटाभावोऽतो व्यापकत्वं अभावस्य, विषयकज्ञानजनकत्वेन कारणत्वं च घटाभावस्येति ।
મીમાંસક :- અગ્નિ આદિનું પોતાનાથી જ સંબદ્ધ બુદ્ધિ ઉત્પન્ન કરનાર એવું સ્વરૂપ જ તેમનું વ્યાપકત્વ છે. એટલે કે ધૂમ અગ્નિનો સથવારો લીધા વગર રહી જ ન શકે આવી જે અગ્નિના વિષે બુદ્ધિ થવી તે જ તેનું વ્યાપકત્વ છે. આ જ પ્રમાણે કારણત્વ પણ તન્ત વગેરેનું કાર્યાનુકૃત અન્વયવ્યતિકિ સ્વરૂપ જ છે; નહીં કે અન્ય કોઈ (અલગ) પદાર્થ અને અભાવ પણ વ્યાપકત્વ તેમ જ કારણત્વરૂપ છે (તેથી સ્વરૂપ સિવાયનો કોઈ અન્ય પદાર્થ નથી). આ રીતે ખરેખર અભાવમાં સામાન્ય વગેરે (પદાર્થનો) સંભવ નથી. - અભાવ વ્યાપક અને કારણ છે તે દર્શાવે છે.
યથા - જેમ ઘટપ્રાગભાવરૂપ માટીનો પિંડ ઘટને પ્રતિ વ્યાપક છે અને ઘટકારણભૂત માટીનો પિંડ ઘટને પ્રતિ કારણ છે. તેમ આ ભોંયતળીયું ઘડાના અભાવવાળું છે; એટલે અહીં ઈદન્તા વિશિષ્ટ ભૂતલમાં ઘટાભાવ છે અને બીજે ઠેકાણે પણ ઘટાભાવ છે, એટલે અધિક દેશવૃત્તિ છે, માટે અભાવ વ્યાપક બન્યો. અહીં “અહીં ઘટાભાવ” છે ઈત્યાદિ વિષયક જ્ઞાનનો જનક હોવાથી અભાવ કારણ બને છે.
આ રીતે વિશેષણવિશેષ્યભાવ, વિશેષણ અને વિશેષ્યનાં સ્વરૂપોથી જુદો નથી. તેમજ બંને ઉપર આશ્રિત પણ નથી; કારણ કે વિશેષણમાં માત્ર વિશેષણભાવ છે. પરંતુ) વિશેષ્યભાવ નથી; અને વિશેષ્યમાં માત્ર વિશેષ્યભાવ છે. પરંતુ) વિશેષણભાવ નથી, તેમ જ (આ વિશેષણવિશેષ્યભાવ) એક પણ નથી. કારણ કે “વિશેષણ અને વિશેષ્ય-તે બંનેનો ભાવ” એમ (આ) ધન્ય (સમાસ) પછી સંભળાતો “ભાવ” શબ્દ પ્રત્યેક (=વિશેષણ અને વિશેષ્ય) એ બંનેની સાથે (અલગ અલગ) જોડાય છે.
तथा च विशेषणभावो विशेष्यभावश्चेत्युपपन्नं द्वावेतावेकश्च सम्बन्धः।