________________
તકભાષા વાર્તિક घटादिज्ञानं । प्रत्यक्षप्रमाणफलमिति ॥१॥ व्याप्तिज्ञानं करणं लिङ्गपरामर्शोऽवान्तरव्यापारः वह्नयादिज्ञानमनुमितिप्रमाफलमिति वस्तुगतिः ।
मनःकरणं परामर्शो द्वारमनुमितिः फलमिति केचित् । लिङ्गं करणं परामर्शो द्वारमनुमितिः फलमित्यन्ये । निर्व्यापारः स्वपरामर्श एव करणमनुमितिः फलमित्यपरे इति ॥२॥
શંકાકાર :- પ્રતિપૂર્વક અક્ષિશબ્દથી પણ અવ્યવીભાવ સમાજમાં પ્રતિસમનું પાણિનિસૂત્ર તથા 'પ્રતિપરોનોર”. ૭-૩-૮૭ થી (સિદ્ધહેમ) અતુ સમાસાંત લાગતા પ્રત્યક્ષ શબ્દ સિદ્ધ થાય છે.
સમાધાન : એ પ્રમાણે પ્રત્યક્ષ સિદ્ધ થાય, પણ પ્રત્યક્ષ બોધ, પ્રત્યક્ષા બુદ્ધિ એમ અહીં પુલિંગપણું સિલિંગપણું પ્રાપ્ત ન થાય. કારણ કે અવ્યયીભાવસમાસ નપુંસકલિંગમાં હોય છે.
અહીં મત્વર્ગીય અર્થ ઘટતો નથી. પ્રત્યક્ષ સ્વરૂપ જ વેદનને બોય, બુદ્ધિ શબ્દથી કહેવાય છે. એમ પ્રત્યક્ષ પ્રમાણ સાત પ્રકારે છે. પાંચ બુદ્ધિ ઈદ્રિય, છઠું મન, સાતમું ઈશ્વર પ્રત્યક્ષ, ઈશ્વરને ઈંદ્રિય નથી, પણ ઈશ્વર સાક્ષાત્ જુએ છે. માટે છ પ્રકારનું લૌકિક પ્રત્યક્ષ સાતમું અલૌકિક છે. ત્યાં પ્રત્યક્ષ પ્રમાણમાં ચક્ષુ વિગેરે કરણ છે, સત્રિકર્ષ અવાન્તર વ્યાપાર અને ઘટાદિનું જ્ઞાન તે પ્રત્યક્ષપ્રમા(ણ)નું ફળ છે. વ્યમિન્નાન કરણ, લિંગ પરામર્શ અવાંતરવ્યાપાર, અગ્નિ વગેરેનો બોધ અનુમિતિ પ્રમાનું ફળ છે, એ પ્રમાણે વસ્તુગતિ છે-આવું વાસ્તવિક
સ્વરૂપ છે. મન કરણ, પરામર્શ દ્વાર અનુમિતિ ફળ છે, એમ કેટલાક માને છે. લિંગ કરણ પરામર્શ દ્વાર અનુમિતિ ફળ એમ બીજાઓ માને છે. વ્યાપાર વગરનો પોતાનો (લિંગનો) પરામર્શ જ કરણ, અનુમિતિ ફળ એમ અન્ય માને છે.
उपमानप्रमाणे यथा गौस्तथा गवय इति वाक्यज्ञानं करणं । गोसादृश्यो गवय इति वाक्यार्थस्मरणमवान्तरव्यापारः गवयपिण्डज्ञानमुपमितिप्रमाफलमिति Rારૂા.
ज्योतिष्टोमेन स्वर्गकामो यजेतेत्याद्याप्तवाक्यं करणं पदसमुदायसङ्केतग्रहो१. अत्र प्रमीयते इति भावार्थे अनट् प्रत्ययो ज्ञेयः ।