________________
૧૬૧
તર્કભાષા વાર્તિકમ્ શંકાકાર :- તો પછી પદ જ્ઞાન સંસ્કાર જન્ય થવાથી સ્મૃતિ રૂપે બની જવાની આપત્તિ આવશે.
સમાધાન :- જયાં સંસ્કાર સંસ્કાર તરીકે ઉપયોગી હોય ત્યારે સંસ્કારજન્ય જ્ઞાન સ્મૃતિ કહેવાય. નહિ તો પ્રત્યભિજ્ઞામાં સ્મૃતિની આપત્તિ આવશે. ત્યાં પ્રત્યભિજ્ઞામાં સહકારિત્વેન સંસ્કાર ઉપયોગી છે માટે વાંધો નથી. તેમ અહીં પ્રત્યાસત્તિ તરીકે સંસ્કાર ઉપયોગી છે. માટે વાંધો નથી.
આનાથી ચરમવર્ણના સન્નિકર્ષનો અભાવ હોવાથી તેનુ અવગાહન કરાવનાર પદ જ્ઞાન કેમ થાય ? આવી શંકા નીકળી જાય છે. (સંસ્કાર પ્રત્યાસત્તિનું કામ કરે છે, તેનાથી પદ પ્રતીતિ સંભવે માટે) પદ -વિભક્તિ અન્તવાળું પદ કહેવાય. પદને સમજાવનાર રૂઢિ (સમયસંકેત) થી અનુગૃહીત શ્રોત્ર વડે; એકદા એટલે એક જ કાળે; [ભિન્નકાળ હોય તો જે એક સાથે અંતે વર્ણપ્રતીતિ થાય છે તે બંધ બેસતી ન બને.] તેનાથી પૂર્વ પૂર્વ અનુભવજનિતસંસ્કાર ઈત્યાદિ અંશોના સમૂહવાળું લક્ષણ સુવ્યવસ્થિત - બને છે, એવો આશય છે.
શંકાકાર :- અસદ્ વર્ણ વિશેષ્યવાળું જ્ઞાન કાનથી પેદા થાય છે, ત્યારે અનાગત અશેષ (સર્વ) વર્ણ વિષયક જ્ઞાન પણ થઈ જવું જોઈએ. સમાધાન :- સહકારી (સંસ્કાર) ના દાઢયથી પદ પ્રતીતિ થાય છે, જ્યારે અનાગતવર્ણનો અનુભવ થતો ન હોવાથી તેના સંસ્કાર જ પડતા નથી, એટલે કે અનાગત વર્ણમાં સંસ્કારનો અભાવ હોવાથી ત્યાં કોઈ સહકારી નથી. એવો આશય છે. માટે અશેષ અનાગતવર્ણ જ્ઞાનની આપત્તિ આવતી નથી.
तदिदं वाक्यमाप्तपुरुषेण प्रयुक्तं सच्छब्दनामकं प्रमाणं लोके वेदे च समानम् । लोके त्वयं विशेषो यः कश्विदेवाप्तो भवति न सर्वः । अतः किंचिदेव लौकिकं वाक्यं प्रमाणं यदाप्तवक्तृकम् । वेदे तु परमाप्तश्रीमहेश्वरेण कृतं सर्वमेव वाक्यं प्रमाणं सर्वस्यैवाप्तवाक्यत्वात् ।
इयत्प्रकारकप्रबन्धेन पदप्रतीतिं व्युत्पाद्य वाक्यप्रतीतिं व्युत्पादयति । तदिदमिति तदयं शब्द इत्यर्थः प्रत्यभिज्ञेति ।
ननु इन्द्रियस्य सन्निहितमात्रविषयत्वात्संस्कारस्य च पूर्वानुभवमात्रविषय