________________
૧૫૮
તર્કભાષા વાર્તિકમ્ मूहः । समूहश्चात्रैकज्ञानविषयीभावः ।
એક પુરુષે વિના વિલંબે ઉચ્ચારેલ પદો એ સામીપ્ય છે. '
શંકા - 'ઘટ” આ પદ બોલી ક્ષણાદિના વિલંબ પછી જ વક્તા આનય’ પદ ઉચ્ચરે છે, તેથી ત્રિહિત પદોમાં જ અવિલંબ ન ઘટવાથી અવ્યાપ્તિ થાય.
સમાધાન - અન્વય બોધનો વિરોધિ જે વિલંબ કરું પદ બોલી વક્તા એવી રીતે અટકી જાય કે હવે એણે કશું બોલવું નથી, એવું શ્રોતાને જણાય, તેથી શ્રોતાપણ તેને સાંભળવા સ્વરૂપ શ્રવણ ઉપયોગથી અન્ય ઉપયોગમાં જતો રહે, ત્યાર પછી પેલો વક્તા આનય ઈત્યાદિપદ ઉચ્ચારે, આવો વિલંબ અન્વયબોધવિરોધી કહેવાય.
તેના અભાવથી ઉચ્ચારેલ પદો સન્નિહિત કહેવાય તેન તેથી ત્યાં = સન્નિહિતપદોમાં અવ્યાપ્તિ નથી. એવું ધ્યાનમાં લેવું પદોમાં સામીપ્ય સીધી રીતે જ સંભવે છે. એટલે તેમાં અર્થની અપેક્ષા રાખવી પડતી નથી.
પદંચ વર્ણ સમૂહ” - અહીં શક્તિવાળા પદનું તાત્પર્ય છે, તેથી એકવર્ણાત્મક મ: દ્રહ્મા, ૐ - પાણી ઈત્યાદિ પદમાં અવ્યાપ્તિ ન આવે, કારણ કે ત્યાં વર્ણ સમૂહનો અભાવ હોવા છતાં શક્તિમતુ છે જ અને જબગડદશા ઈત્યાદિમાં અતિવ્યાપ્તિ પણ ન આવે, કેમ કે નવ વર્ણ સમૂહ હોઈ-હોવા છતાં અર્થમાં શક્ત નથી. હવે મૂળમાં આપેલ ‘ત સાક્ષાવિ... માંથી સાક્ષાત્ શબ્દનો અર્થ કરે છે અવ્યવધાનેન, તે પછી મૂળમાં આપેલ "નાર્થદ્વારા’ શબ્દનો ઉતારો છે, તે સાક્ષાત્ પદની વ્યાવૃત્તિનો સૂચક છે. એટલે એ પ્રમાણે અર્થ થયો કે તે સામીપ્ય તો પદોમાં સાક્ષાત્ સીધી રીતે જ સંભવે છે, અર્થ દ્વારા નહિં. હવે પૂર્વે આકાંક્ષા એ યોગ્યતા બેનું પદમાં નિરૂપણ કર્યું. અત્યારે સબ્રિહિતત્વને પણ પદમાં બતાવ્યું, તેથી પદોમાં આકાંસાદિ ત્રિમયોપેતતાની સિદ્ધિ કરી, એટલે 'પદમાં આકાંક્ષા વગેરે ત્રણ અંશ હોય છે' એનો નિશ્ચય થયો. તેથી તેવા પ્રકારના આકાંક્ષાદિયુકત પદનો સમૂહ વાક્ય કહેવાય એવો અર્થ થયો.
તેથી આમ અર્થ થયો :- અર્થ પ્રતિપાદન દ્વારા સાંભળનાર (ના મન)માં
૧. માત્ર ક્ષણનો વિલંબ લેવાનો નથી, કારણ તેવો વિલંબ લઈશું તો કોઈપણ વક્તાને ક્ષણનું અંતર તો પડી જવાથી અસંભવ દોષ લાગી જાય. .