________________
૧૫૫
તર્કભાષા વાર્તિકમ્ આપણને તે વાક્યમાંથી બોધ થઈ શકતો નથી, અરે ! આગથી વળી સિંચન કેમ કરીને થાય ? આ વાત તો બેસતી નથી. એટલે બોધ થતો અટકી જાય છે. એટલે કરણ કર્મમાં બંધ બેસતા પદોનો પ્રયોગ યોગ્યતા પેદા કરે છે. (૨) અન્વયબોધને વિરોધિ વ્યવધાનનો અભાવ તે સંનિધાન. શ્વાસ વધી જવાથી, ભયનાં કારણે, જીભની ખામી ઈત્યાદિ કારણથી વકતા અટકીને બોલે તે અન્વય બોધને વિરોધી નથી. અહીં તુ શબ્દ આકાંક્ષા વગરનો પદ સમૂહ વાક્યરૂપે નથી, તે જણાવા માટે છે.
अग्निना सिञ्चेदिति न वाक्यं योग्यताविरहात् न ह्यग्निसेकयोः परस्परान्वययोग्यतास्ति । तथाहि । अग्निनेति तृतीयया सेकरूपकार्य प्रति करणत्वमग्नेः प्रतिपादितम् । न चाग्निः सेके करणीभवितुं योग्यः । तेन न कार्यकारणभावलक्षणसम्बन्धोऽग्निसेकयोरयोग्यत्वादतोऽग्निना सिञ्चेदिति न वाक्यम् । ___आकाङ्क्षा द्विविधा शाब्दी आर्थी च । शाब्दद्यपेक्षया आर्थी फलवतीति योग्यताविरहः कथमित्यत आह 'कर्तृकरणयोः तृतीयेति' करणार्थे तृतीया विहितत्वात्तया करणत्वं प्रतिपादितं, चेत्, भवतु को दोष इत्याह न चेति अभूततद्भावे च्चिप्रत्ययोऽयोग्यत्वात् करणत्वं न सम्भवतीत्यर्थः ।
આકાંક્ષા બે પ્રકારે છે. શબ્દ સબંધી અને અર્થ સંબંધી. શાબ્દીની અપેક્ષાએ આથી ફળવાળી છે..
અગ્નિથી સિંચન કરવું જોઈએ” એ પણ વાક્ય નથી, કારણ કે અહીં યોગ્યતાનો વિરહ છે,” એમ કહ્યું, કેવી રીતે ? તે જણાવે છે.
‘અગ્નિના સિત’ શબ્દની અપેક્ષાએ તો કરણ દ્વારા સિંચન ક્રિયા થાય એમાં વાંધો ન આવે, પણ અર્થની અપેક્ષાએ તો વાંધો આવે છે, તે દર્શાવવા “યોગ્યતા વિરહાત” એમ કહ્યું એથી કહે છે - કર્તા અને કરણમાં તૃતીયા થાય છે. પા. ર૩૧૮ એમ કરણઅર્થમાં તૃતીયા કહેલી હોવાથી અગ્નિના = તેનાથી તૃતીયા વિભક્તિથી કરણનું પ્રતિપાદન થાય છે.
ભલે થયું એમાં વાંધો શું છે ? ત્યારે કહે છે અગ્નિ સિંચન ક્રિયામાં કરણ