________________
૧૫૨
તર્કભાષા વાર્તિકમ્ इति । वैधयं तु कीदृगुष्ट्रः ? इति प्रश्ने उत्तरमाह प्रलम्बोष्ठः कण्टकाशीत्यादि वैधर्म्यश्रवणे सति तादृशस्य वैधर्म्यस्पोपलम्भे प्रलम्बोष्ठत्वे (त्वं) कण्टकाशित्वं वैधर्म्यमिति तद्वाक्यार्थस्मरणे सति यत्र शक्तिः प्रमा उष्ट्रपदवाच्योयमित्याकारा भवति तच्च ज्ञातव्यमिति गोवर्द्धन्यां ॥ | (ઉપમિતિ) અતિદેશ વાક્યનું ફળ નથી, કારણ કે તેને વાક્યનું ફળ માનતાં જેણે પિંડ (ગવયપિંડીનો અનુભવ કર્યો નથી, તેવી વ્યક્તિને પણ તેવાં વાક્યથી સંજ્ઞાસંજ્ઞી સંબંધનું જ્ઞાન થવાનો પ્રસંગ આવે. પિંડનું પ્રત્યક્ષ થાય તેનું પણ ફળ ન કહેવાય, કારણ કે જેણે અતિદેશ વાક્ય સાંભળ્યું નથી, તેને પણ વનમાં રોઝ જોવા માત્ર “આ એવું સંજ્ઞાસંશી સંબંધનું જ્ઞાન થવાનો પ્રસંગ આવશે. સમાહાર પણ ફળ માની ન શકાય, કારણ કે નગરમાં રહેલાને રહેલો હોય, ત્યારે વાક્ય જ્ઞાન થાય છે. વનમાં રહેલાને / રહેલો હોય ત્યારે પ્રત્યક્ષ થાય છે, એટલે તે વાક્ય અને પ્રત્યક્ષ બન્ને ભિન્નમાલમાં થતા હોવાથી તે બન્નેનો સમાહાર સંભવી શકતો નથી. અનુમાનનું પણ ફળ માની ન શકાય કારણ કે અહિં ત્રીજો જ્ઞાનરૂપ લિંગ પરામર્શનો સંભવ નથી. માટે ઉપમિતિ ઉપમાનનું જ ફળ છે.
ન્યાયકુસુમાંજલિમાં કહ્યું છે કે -- સંજ્ઞાનું સંજ્ઞી સાથે સંબંધજ્ઞાન પ્રત્યક્ષાદિથી સાધ્ય ન હોવાથી તે ઉપમાનનું ફળ કહેવાય. ઉપમાન બે પ્રકારે છે. સાધર્મ - વૈધર્મ ત્યાં સાધર્મ એટલે જેવી ગાય છે તેવો રોઝ છે. વૈધર્મ એટલે ઉટ કેવો હોય ? એવો પ્રશ્ન થયે છતે લટકતા હોઠ હોય, કાંટા ખાનાર હોય (આ ધમાં અન્યમાં ન હોવાથી વૈધર્મ કહેવાય છે) ઈત્યાદિ વૈધર્મનું શ્રવણ થયે છતે, તેવા વૈધર્મનો ઉપલંભ થતા તે (વૈધર્મપ્રતિપાદક) વાક્યનું સ્મરણ થતાં “આ ઉષ્ટ્ર પદથી વાચ્ય છે.” ઈત્યાકારા જેમાં પ્રમા શક્તિ થાય તે ઉંટ જાણવો. એમ ગોવર્ધનીમાં કહ્યું છે.
(૪૭) (શહ૮ પ્રHIUI). आप्तवाक्यं शब्दः । 'आप्तस्तु यथाभूतस्यार्थस्योपदेष्टा पुरुषः । वाक्यं त्वाकाङ्क्षायोग्यतासन्निधिमतां पदानां समूहः । अत एव गौरवः पुरुषो हस्तीति पदानि न वाक्यम् परस्पराकाङ्क्षाविरहात् ।. ..