________________
૧૪૮
તર્કભાષા વાર્તિકમ
સાક્ષાત્ વિપક્ષાદું વ્યાવૃત્ત પક્ષ (એવ) વર્તમાન”, એટલું કહીએ તો ભાગાસિદ્ધમાં અતિવ્યાપ્તિ. કારણ કે 'પરમાણુઓ નિત્ય છે ગંધવાળા હોવાથી” આકાશની જેમ અહી ગંધવત્વ હેતુ સપક્ષ આકાશાદિથી વ્યાવૃત્ત છે. વિપક્ષ પાણી વિગેરેથી વ્યાવૃત્ત છે અને પૃથ્વી પરમાણુમાં જ વર્તનાર છે, (એટલે અતિવ્યાપ્તિ થાય. હકીકતમાં પૃથ્વી સિવાય પાણી વિ.ના પરમાણુમાં તે વર્તમાન નથી એટલે પક્ષના એક દેશમાં ન રહેવાથી અહીં ભાગાસિદ્ધિ છે.) માટે એવકાર મૂક્યો છે. એટલે તે હેતુ સંપૂર્ણ પક્ષમાં હોવો જ જોઈએ. તો જ હેતુ અસાધારણ વ્યભિચારી કહેવાય.
શંકા :- પોતાને ઉચિત સ્થલને છોડી અન્યત્ર રહેવું તે વ્યભિચાર એવું લોકમાં પ્રસિદ્ધ છે, તે તો સાધારણમાં ઘટી શકે, પરંતુ પક્ષમાત્રમાં વૃત્તિવાળા અસાધારણને કેવી રીતે વ્યભિચારી કહેવાય. સમા. :- જેમ અનુચિત સ્થલમાં રહેવું વ્યભિચાર છે, તેમ ઉચિત સ્થલમાં ન રહેવું પણ વ્યભિચાર કહેવાય.
(૪૨) (હેવા માટે પ્રસિમનિરૂપણમ્) प्रकरणसमस्तु स एव 'यस्य हेतोः साध्यविपरीतसाधकं हेत्वन्तरं विद्यते । स यथा शब्दोऽनित्यो नित्यधर्मरहितत्वात् । 'शब्दो नित्योऽनित्यधर्मरहितत्वादिति ।' अयमेव हि सत्प्रतिपक्ष इति चोच्यते ।
प्रकरणेति प्रतिज्ञातार्थविपरीतार्थज्ञापकहेतुः प्रकरणसमः । ननु इमौ हेतू समबलौ हीनाधिकबलौ बा, नाद्यो वस्तुनो द्वैरूप्यासम्भवेन तुल्यबलत्वायोगात्। नेतरः प्रबलेन हीनस्य बाधितत्वेन कालात्ययापदिष्टतया प्रकरणसमत्वानुपपत्तिरिति चेन्मैवं, वस्तुवृत्त्या द्वयोः समानबलाभावेऽपि अगृहीतविशेषणत्वेनाभिमानिकं समबलत्वमादाय प्रकरणसमत्वोपपत्तेरिति । .
પ્રકરાણેતિ - પ્રકરણસમસ્તુ સ એવ’ - પ્રતિજ્ઞા કરાયેલ અર્થથી વિપરીત અર્થને જણાવનાર બીજો હેતુ જ્યાં હોય તે પ્રકરણસમ-સપ્રતિપક્ષ.
શંકાકાર - આ બન્ને હેતુ સમાનબળવાળા હોય કે હીનાધિક - ઓછાવત્તા ' બળવાળા હોય ? ત્યાં પહેલો પક્ષ બરાબર નથી. એક વસ્તુના બે સ્વરૂપનો અસંભવ હોવાથી તુલ્યબલત્વનો યોગ થઈ શકતો નથી. બીજો પક્ષ પણ યોગ્ય નથી. બલવાન વડે હીનબળવાળાનો બાધ થઈ જવાથી બાધ દોષ રૂપે બની