________________
૧૪૭.
તર્કભાષા વાર્તિકમ્ નિયમ હોવાથી) એ અનિત્ય ઘટ વિગેરેમાં પણ રહે છે, માટે પક્ષ પદ કહ્યું છે - ચાક્ષુષ હેતુ પક્ષમાં નથી માટે ત્યાંની અતિવ્યામિ નીકળી ગઈ. પણ જો પક્ષવિપક્ષ વૃત્તિ એમ કહીએ તો વિરૂદ્ધ હેતુમાં અતિવ્યાપ્તિ આવે. કારણ કે પૂર્વના અનુમાનમાં મૂકેલ કૃતકહેતુ પક્ષ -શબ્દમાં વિપક્ષ-અનિત્ય પદાર્થમાં પણ રહે છે. માટે કહ્યું સપક્ષવૃત્તિ, એટલું જ કહીએ તો સ્વરૂપાસિદ્ધહેતુમાં અતિવ્યાપ્તિ આવશે. તથાપિ - તે આ પ્રમાણે ગગન અનિત્ય છે. અવયવવાળું હોવાથી ઘડાની જેમ, અહીં સાવયવત્વ હેતુ સપક્ષ ઘટાદિમાં છે. ગગનપક્ષમાં હેતુ ન હોવાથી હકીકતમાં સ્વરૂપાસિદ્ધિ દોષ છે, છતાં સપક્ષમાં હેતુ રહી જવાથી અતિવ્યાપ્તિ આવે. માટે
પક્ષ સપક્ષ અને વિપક્ષમાં રહેનાર હેતુ સાધારણ અનૈકાન્તિક” એમ વ્યવસ્થિત થયું. હવે સાવ વત્વ પક્ષમાં વૃત્તિ ન હોવાથી અનૈકાન્તિક કહેવાની આપત્તિ નથી.
સપક્ષ વિપક્ષથી વ્યાવૃત્ત (માં નહિં રહેનાર) હેતુ જે માત્ર પક્ષમાં જ રહે છે તે અસાધારણ અનૈકાન્તિક. '
સપક્ષ વ્યાવૃત્ત એટલું જ કહીએ તો વિરૂદ્ધમાં અતિવ્યાપ્તિ આવે, ‘શબ્દોનિત્ય કૃતકવાતું” કૃતકત્વ હેતુ સપક્ષ-આકાશાદિમાં રહેતો નથી માટે. એથી વિપક્ષાત્ વ્યાવૃત્તમ કહ્યું (સપક્ષ થી વ્યવૃત્ત વિપક્ષથી વ્યાવૃત્ત એટલું જ કહીએ તો સ્વરૂપાસિદ્ધમાં અતિવ્યાપ્તિ આવે. તે આ રીતેં -
‘શબ્દોડનિત્ય સાવ વવાત્ ઘટવ અહીં સાવયવત્વ હેતુ સપક્ષરૂપાદિથી, વિપક્ષઆકાશાદિથી વ્યાવૃત્ત છે, એથી કહ્યું ‘‘પક્ષ એવ વર્તમાન', સાવયવત્વ પક્ષમાં (શબ્દમાં) છે જ નહિ, એથી ત્યાં અતિવ્યાપ્તિ નથી. __सपक्षाद् व्यावृत्तः विपक्षाद् ब्यावृत्तः पक्ष (एव) वर्तमान इत्युक्ते भागासिद्धेऽतिव्याप्तिः, कथं ? 'नित्या परमाणवः गन्धवत्त्वात् व्योमवत्, अत्र गन्धवत्त्वं हेतुः संपंक्षादाकाशाद् व्यावृत्तः विपक्षादबादे या॑वृत्तः पार्थिवपरमाणुष्वेव वर्तमानः । अत एवेति अतः सपक्षविपक्षाद्व्यावृत्तः पक्ष एव वर्तमानोऽसाधारणानैकान्तिक इति व्यवस्थितं ।
ननु स्वोचितस्थलमतिक्रम्यान्यत्र वर्तते स व्यभिचार इति लोके प्रसिद्धेः । तत्तु साधारणेऽस्ति पक्षमात्रवृत्तेः त्वसाधारणस्य कथं व्यभिचारिता ? इति चेतेतावदाकर्णयानुचितस्थले वर्तनमिव उचितस्थलेऽवर्तनमपि व्यभिचार एव ।