________________
તર્કભાષા વાર્તિકમ્
૧૪૬ અહીં ખરેખર કૃતકત્વ તો સાધ્ય નિત્યત્વથી વિપરીત એવા અનિત્યત્વમાં વ્યાપ્ત છે. જે કૃતક છે તે અનિત્ય જ છે; પણ નિત્ય નથી. તેથી કૃતકત્વ એ વિરૂદ્ધ (હેતુ) છે.
સવ્યભિચાર તે અનૈકાન્તિક છે. - સાધ્યના અત્યંતાભાવના અધિકરણમાં રહેવું, તે વ્યભિચાર વિપક્ષમાં વૃત્તિ તે સાધારણ અનૈકાન્તિક” એટલું કહીયે તો વિરૂદ્ધ હેતુમાં અતિવ્યાપ્તિ આવશે. કારણ કે શબ્દ નિત્ય છે કૃતક હોવાથી, આકાશની જેમ
(૧) નિયત્વ સાધ્ય હોય ત્યારે નિત્ય પદાર્થો સપક્ષ બને અને અનિત્ય પદાર્થો વિપક્ષ કહેવાય. અનિત્યત્વ સાધ્ય હોય ત્યારે અનિત્યત્વ પદાર્થો પક્ષ બને અને નિત્ય પદાર્થો વિપક્ષ કહેવાય, એવો ન્યાય હોવાથી. ઘટાદિ વિપક્ષમાં કૃતકત્વ હેતુની હયાતી હોવાથી આ હેતુ વ્યભિચારી બની જશે. હકીતકમાં તે વિરૂદ્ધ છે, માટે સપક્ષ વિપક્ષ વૃત્તિ, એમ કહીયે તો ઉપરોક્ત હેતુ સપક્ષ એવા નિત્યપદાર્થમાં ન હોવાથી ત્યાં તો અતિવ્યાપ્તિ ટળી જાય. *
___ तावत्युक्ते स्वरूपासिद्धेऽतिव्याप्तिः, कथं .? शब्दोऽनित्यश्चाक्षुषत्वात् । चाक्षुषत्वं हेतुः नित्यत्वे सामान्यादौ अनित्यत्वे घटादौ च वर्तते । अत उक्तं पक्षेति पक्षविपक्षवृत्तिरित्युक्ते विरुद्धेऽतिव्याप्तिः प्राग्वत् । अत उक्तं सपक्षेति सपक्षवृत्तिरित्युक्ते स्वरुपासिद्धेऽतिव्याप्तिः । कथं ? इतिचेदुच्यते गगनमनित्यत्वं सावयवत्वात् घटवत्; अत्र सावयवत्वं हेतुः, सपक्षे घटादौ वर्त्तते अतः पक्षसपक्षविपक्षवृत्ति साधारणानैकान्तिक इति व्यवस्थितमिति ।
सपक्षविपक्षाद् व्यावृत्तः पक्ष एव वर्तमानोऽसाधारणानैकान्तिकः, सपक्षाद् व्यावृत्तः असाधारणानैकान्तिक इत्युक्ते विरुद्धेऽतिव्याप्तिरत उक्तं विपक्षाद्व्यावृत्त इति सपक्षविपक्षाढ्यावृत्तइत्युक्ते स्वरूपासिद्धेऽतिव्याप्तिः, कथं 'शब्दोनित्यः सावयवत्वात् घटवत्' अत्र सावयवत्वं हेतुः सपक्षाद् रूपादेविपक्षादाकाशादेया॑वृत्तः । अत उक्तं पक्ष एव वर्तमान इति ।
પરંતુ સ્વરૂપાસિદ્ધિમાં અતિવ્યાપ્તિ આવે. કારણ કે શબ્દ અનિત્ય છે. ચાક્ષુષ (ચક્ષુગ્રાહ્ય) હોવાથી; આ ચાક્ષુષ હેતુ નિત્ય એવા સામાન્ય વિગેરેમાં રહે છે, (ઘટ ચક્ષુ ગ્રાહ્ય હોય તો ઘટત્વ જાતિ પણ તે ઈન્દ્રિયથી ગ્રાહ્ય હોય છે એવો