________________
• ૧૩૯
તર્કભાષા વાર્તિક त्र सन्दिग्धश्चासौ साध्यश्च स तथा सन्दिग्धसाध्य धर्मो यस्य स तथा इति बहुव्रीहि कर्मधारयगर्भितो भवति उत कर्मधारयो बहुव्रीहिगर्भितः । यद्याद्यस्तर्हि "केवलात्मधर्मादनि च''इति महाभाष्य सूत्रमथवा “द्विपदाधर्मादन्नि''ति हैमसूत्रमेतत्सूत्रद्वयेनान् समासान्तो न भवति । द्वितीयपक्षे तु सन्दिग्धत्वं पक्षस्यैव भवति । कथं ? साध्यो धर्मो यस्यासौ साध्यधर्मा सन्दिग्धश्चासौ साध्यधर्माचेति।
પક્ષધર્મતાના બળથી સાધ્યના પક્ષસંબંધી રૂપવિશેષની સિદ્ધિ થાય છે. પર્વતના ધર્મ એવા ધૂમવત્વથી અગ્નિ પાર પર્વતની સાથે સંબદ્ધ છે જ, એમ અનુમાન થઈ શકે છે. અન્યથા (જો પક્ષધર્મતાનો સ્વીકાર કરવામાં ન આવે તો) માત્ર વ્યક્તિના સ્વીકારથી જ સાધ્ય-સામાન્યની સિદ્ધિ થવાથી અનુમાનની જરૂર જ નહીં રહે.
અનુમાનનાં બે સામર્થ્ય અંગો છે વ્યાપ્તિ, પક્ષધર્મતા. ત્યાં પક્ષ એટલે સંદિગ્ધ સાધ્ય ધર્મથી યુક્ત ધર્મી તે પક્ષ એમ કહીએ તો વિપક્ષમાં અતિવ્યાપ્તિ આવે. ત્યાં પણ કોઈને કોઈ ધર્મ તો છે જ. તેનાં નિવાસ માટે “સાધ્યધમી એમ કહીએ તો સપક્ષમાં અતિવ્યાપ્તિ આવે, કારણ કે ત્યાં સાધ્યધર્મ છે જ. તેના નિરાસ માટે સંદિગ્ધ કહ્યું. સંદિગ્ધધર્મી એટલું કહીએ તો વિપક્ષમાં અતિવ્યામિ તો નથી આવતી, પણ સિષાધયિષા ન હોય ત્યારે પણ પર્વત પક્ષ બની જશે. (સંદિગ્ધધર્મ-અનિશ્ચિત સાધ્ય ધર્મ તો તેમાં છે જ) માટે સાધ્ય પદથી સિષાયિષાનો વિષય હોય તે સાધ્ય કહેવાય એમ સમજવું.
શંકાકાર - સંદિગ્ધશ્ચાસૌસાધ્યશ્ચ - સંદિગ્ધ એવું સાધ્ય તે ધર્મ છે જેનો તે સંદિગ્ધસાધ્યધર્મા એ પ્રમાણે કર્મધારય ગર્ભિત બહુવ્રીહિ કરીએ તો કેવલાધર્માદનિર્ચ - કેવલ ધર્મ શબ્દથી અનિસ્ (સમાસાંત થાય એમ મહાભાષ્યનું સૂત્ર છે. અથવા દિપદા...સિદ્ધહેમ-૭-૩-૧૪, આ બે સૂત્ર દ્વારા અન્ સમાસાંતે થાય નહિ, અને જે બહુવ્રીહિ ગર્ભિત કર્મધારય કરો તો સંદિગ્ધ પક્ષનું વિશેષણ બની જાય. કારણ કે સાધ્ય ધર્મ છે જેનો તે સાધ્યધર્મા (પક્ષ) એટલે અનુ થયો. પછી સંદિગ્ધ એવો સાધ્યધર્મવાળો પક્ષ = સંદિગ્ધસાધ્યધર્મા.
यस्त्वनयोऽप्यन्वयव्यतिरेकी हेतुः स सर्वः पञ्चरूपोपपन्न एव सद्हेછે. “ધર્માનિદ્ સેવા” . કાષ્ટાફ૨૮ના