________________
- ૧૫
બાળજીવોને ન્યાયનો સ્વાદ ચખાડવા માટે સમર્થ છે. પ્રાચીન લક્ષણોમાં નવા પદો ઉમેરી તે લક્ષણોને નિર્દષ્ટ બનાવવાનું સુંદર કામ કર્યું છે. લક્ષણોના પદકૃત્યમાં કરામત કરી લક્ષણ, અનુમાન વગેરે ની સમજણ અને રહસ્યતા બહુ જ સ્ફટ બની અને સમજવાનું ઘણું સહેલું બન્યું છે. તર્કભાષા વાર્તિકનું સંપાદન કાર્ય
અદ્યાવધિ અપ્રકાશિત પ્રસ્તુત કૃતિનું સંપાદન ત્રણ વિભિન્ન હસ્તલિખિત પ્રતને આધારે કરવામાં આવ્યું છે, આ ત્રણ પ્રતિ (૧) એક લિંબડીના જ્ઞાનભંડારમાં તથા (૨) એક પ્રતિ લાલભાઈ દલપતભાઈ ભારતીય વિદ્યામંદિર અમદાવાદમાં પ્રાપ્ત થાય છે. (૩) એક પ્રતિ વડોદરા આત્મારામ જૈન જ્ઞાનભંડારમાં છે. આ પ્રતિના પાઠો મેલવી ગ્રંથને શુદ્ધ સ્વરૂપે મૂકવાનો પ્રયાસ સંપાદક મુનિશ્રીએ કરેલ છે. સંપાદન વેળાએ જ્યાં જ્યાં શંકાઓ ઉત્પન્ન થઈ તે તે સ્થળોનું સમાધાન તજજ્ઞ વિદ્વાનો દ્વારા પ્રાપ્ત કર્યું છે. તથા અશુદ્ધ જણાતા પાઠોની શુદ્ધિ કરવા ન્યાય અને વૈશેષિક દર્શનના મૂળગ્રંથોનું અવલોકન કરેલું છે. તદુપરાંત ગ્રંથમાં ઉદ્ભૂત પાઠોના મૂળસ્થાનો શોધી તેનો સ્થળ સંકેત કરેલ છે. આમ આ ગ્રંથનું સંપાદન યથાશકથ શુદ્ધ રૂપે કરેલ છે. • આગળ જણાવ્યું તેમ તકભાષા ગ્રંથ ન્યાય અને વૈશેષિક દર્શનનો અભ્યાસ કરવા માટેનાં પ્રારંભિક ગ્રંથ છે, માટે તેનું વાર્તિક અભ્યાસુને ઉપયોગીતો નીવડે જ પરંતું ગ્રંથનો અનુવાદ પ્રકાશિત થાય તો ગ્રંથ વધુ ઉપાદેય બને તેવી શુભભાવનાથી અનુવાદ કરેલ છે. અર્થબહુલ અને અર્થગંભીર સંસ્કૃત ભાષાના રહસ્યને ગુજરાતીમાં ઉતારવું તે મુશ્કેલ કાર્ય છે. તેમાંય ન્યાયશાસ્ત્રના ગ્રંથનો અનુવાદ તે વધુ કપરો છે. આવું કપરું કાર્ય મુનિશ્રી રત્નજ્યોત વિજયજી મ.સા.એ સફળતા પૂર્વક પાર પાડેલ છે. અનુવાદમાં વૃથા વિસ્તાર ટાળ્યો છે પરંતુ આવશ્યક જણાય ત્યાં સ્પષ્ટતા ખાતર સમજૂતી પણ આપી છે. એટલે મૂળગ્રંથ સરળ હોવાથી ઘણુ કહીને વાર્તિકને સ્પર્શતો અનુવાદ કરવામાં આવ્યો છે. આમ તેઓશ્રીએ કરેલ અનુવાદ અભ્યાસુને ગ્રાહ્ય બનશે તેવી આશા છે. અને ગ્રંથનું