________________
૧૪
પ્રશ્નોના ઉત્તરોના સંગ્રહરૂપે સેનપ્રશ્ન નામનો ગ્રંથ સંકલિત કરેલ તેની પ્રશસ્તિમાં પં.શ્રી શુભવિજયગણિએ સ્વયં રચેલા ગ્રંથોની યાદિ આપેલી અને તે ઉપરાંત પ્રાપ્ત થતી માહિતીને આધારે તેમણે નીચે મુજબના ગ્રંથોની રચના કરીલે છે. (૧) હૈમીનામમાલા
(૨) તર્કભાષા વાર્ષિક
(૩) કાવ્યકલ્પલતાવૃત્તિ મકરંદ
(૪) સ્યાદ્વાદ ભાષા (૫) કલ્પસૂત્રટીકા (૬) સેનપ્રશ્ન
ઉક્ત કૃતિઓના નામ જોતાં જ ખ્યાલ આવી જાય છે કે તેઓ માત્ર દાર્શનિક જ ન હતા પરંતુ તેઓ વૈયાકરણ, સાહિત્યકાર સિદ્ધાન્તશાસ્ત્રોના પારગામી પણ હતા. પ્રસ્તુત વાર્તિકગ્રંથ જોતાં ખ્યાલ આવી શકે તેમ છે કે તેઓ નૈયાયિક પણ હતા. તેઓશ્રીની પ્રજ્ઞા સ્વ સિદ્ધાન્તની જેમ પર સિદ્ધાન્તના ગ્રંથોમાં પારગામી હતી.
વાર્તિક્કારનો સમય
વાર્તિકને અંતે પં.શ્રી શુભવિજયે જણાવ્યું છે કે વિશિવસમેન્દ્રમિતે (૨૬૬૦) વર્ષે હૂઁન વિમાતૃવાત્ - સમપૂર્વસૂરિીતિ,પ્રમતાપાણિગ્રાસાધો :
श्रीमदिलादुर्गाख्ये नगरे गुरुपुष्यसञ्ज्ञके योगे आश्वयुजे सप्तम्यां जातं सम्पूर्णमिति ।
અર્થાત્ વિક્રમ સંવત્ ૧૬૬૫ના આસો મહિનામાં ઈડર નગરમાં પ્રસ્તુત કૃતિની સમાપ્તિ થઈ. આમ તેમનો સત્તા સમય સત્તરમી સદીનો ઉત્તરાર્ધ સુનિશ્ચિત છે, માટે અન્ય કોઈ અનુમાન આદિ કરવાની આવશ્યકતા રહેતી નથી. અન્ય કૃતિઓના અંતે આપેલ સંવતને આધારે પણ ઉપરોક્ત સંવતમાં કોઈ વિસંવાદ ઉપસ્થિત થતો નથી. પં. શુભવિજયગણિએ આગળ જણાવેલ ગ્રંથો વિ.સં. ૧૬૬૧થી ૧૬૭૧ના ગાળા દરમ્યાન રચેલા છે.
ગણિવર્યે વાર્ષિકમાં ઘણા ઉપયોગી લક્ષણો દર્શાવ્યા છે. જેની સમજણ