________________
૧૩
પ્રકાશિત થઈ રહેલ શુભવિજયનું વાર્તિક તથા સિદ્ધિચંદ્રગણિએ ૨૬૦૦ શ્લોક પ્રમાણ ટીકા રચી છે. વળી આ તર્કભાષા ઉપર અજૈન ગોવર્ધન ગૌરીકાન્તની તકભાષા પ્રકાશિની નામની ટીકા છે. તે ઉપર વિનયસમુદ્રના શિષ્ય ગુણરત્નમણિએ તર્કતરંગિણી નામની વૃત્તિ રચી છે. લગભગ ૭૦૦ શ્લોક પ્રમાણ છે. એ નવ્ય ન્યાયથી પણ છે. - આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જૈન વિદ્વાન મુનિઓએ ન કેવળ સ્વદર્શનના ગ્રંથો અને ટીકા કે વિવરણની જ રચના કરી છે, પરંતુ અજૈન દર્શનના ગ્રંથો ઉપર પણ ટીકાઓ અને વિવરણો રચ્યા છે. આ ટીકાઓ વિદ્વજનમાન્ય છે. એટલું જ નહીં. જે જે દર્શનના ગ્રંથોની ટીકાઓ કે વિવરણોની રચના કરી છે તે બધામાં ક્યાંક સાંપ્રદાયિક અભિનિવેશ જોવા મળતો નથી. દરેક દર્શનના ગ્રંથોને સંપૂર્ણ ન્યાય મળી રહે તેવી રીતે તેની વૃત્તિઓ લખાઈ છે. આ દ્વારા જૈનોની સમભાવવૃત્તિ અને સર્વગામી વિદ્વત્તાનો બોધ થાય છે. અહીં પણ પં. શ્રી શુભવિજયગણિએ તર્કભાષાવાર્તિક ગ્રંથની રચના કરી પોતાના પૂર્વજોની વિશાળ દષ્ટિકોણનો જે પરિચય કરાવ્યો છે. વાર્તિક્કારથી શુભવિજયગણિ
આ તકભાષા વાર્તિકના કર્તા જૈન મુનિશ્રી શુભવિજય છે. વાર્તિકની પ્રશસ્તિમાં જણાવ્યું છે કે તેઓ મુગલ સમ્રાટ અકબર બાદશાહને પ્રતિબોધ પમાડનાર સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિના શિષ્ય થાય. મોગલ સમ્રાટમાં પણ ધર્મનાં આચારો અને ઉંચા ચારિત્ર દ્વારા બાદશાહને પ્રભાવિત કરનાર તથા સમગ્ર ભારતવર્ષમાં અહિંસાની જ્યોતને પ્રજવલિત કરનાર સૂરીશ્વર હીરવિજયજી સ્વયં મહાન વિદ્વાન હતા એટલું જ નહીં પરંતુ તેમના શિષ્ય પરિવારમાં અનેક તેજસ્વી રત્નો હતા. તેમાં કેટલાક વૈયાકરણ, સાહિત્યશાસ્ત્રી, દાર્શનિક, સ્વસિદ્ધાન્તના પારગામી મુનિ ભગવતો હતા. તેમની વચ્ચે ગ્રંથકર્તાની પ્રતિભા પાંગરી હતી. પં.શ્રી શુભવિજયજી ગણિએ રચેલ ગ્રંથોના આધારે તેમના જીવન વિશે ઉપર જણાવેલી માહિતી જ પ્રાપ્ત થાય છે. આ સિવાય તેમના જન્મ, જન્મસ્થળ, માતા-પિતા દીક્ષા, વિદ્યાભ્યાસ આદિ વિશે વિશેષ માહિતી પ્રાપ્ત થતી નથી. વિશેષમાં તેમણે વિજયસેનસૂરિના રાજ્યમાં તેમને (વિજયસેનસૂરિને) પૂછાયેલા