________________
૧૨
સ્વીકારી તે વિવક્ષા કરે છે. ભિન્ન ભિન્ન પરસ્પર વિરોધી જણાતા ધમનો સયુક્તિક સમન્વય કરે છે. આ વિશેષતાને કારણે જ જૈન દર્શન અન્ય દર્શનના પક્ષને પણ સ્વીકાર કરે છે. આથી જૈનાચાર્યો સ્વસિદ્ધાન્તના ગ્રંથોની રચના કરતી વખતે અન્ય દર્શનોની ચર્ચા કરે છે. તે તે દર્શનોને પૂર્વપક્ષ રૂપે સ્થાપિત કરી તેની વિશેષતાઓ અને મર્યાદાઓનું કથન કરે છે. આ માટે અન્યદર્શનના તલસ્પર્શી અભ્યાસની આવશ્યકતા ઉભી થાય છે. પૂર્વકાળમાં આચાર્યો અને સાધુઓ અન્યદર્શનોનાં ગ્રંથોનું ગહન અધ્યયન કરતા તે પરંપરા આજેય ચાલુ છે. કેટલાં પ્રસિદ્ધ ગ્રંથો ઉપર તો જૈનાચાર્યોએ ટીકાઓ પણ રચેલી છે. અને તેમાંની કેટલીક ટીકાઓ પ્રકાશિત થઈ ચૂકી છે. તેની સૂચિ તો ઘણી લાંબી થાય તેવી છે. પરંતુ કેટલી કૃતિઓ વિશેનો ઉલ્લેખ રસપ્રદ હોવાથી અહીં અસ્થાને નહીં ગણાય.
બૌદ્ધદર્શનના સુપ્રસિદ્ધ દાર્શનિક દિગનાગની ન્યાયપ્રવેશ નામની કૃતિ ઉપર આચાર્ય હરિભદ્રસૂરિએ શિલ્પહિતા નામની ટીકા રચેલી છે અને પાર્ષદેવ નામના જૈન મુનિએ પંજિકા રચેલી છે. એક અન્ય બૌદ્ધ ન્યાયના પ્રચલિત ગ્રંથ ન્યાયબિન્દુની ધર્મોત્તરકૃત ટીકા ઉપર મલવાદી નામના જૈન આચાર્યો ટિપ્પણ રચેલ છે.
સાંખ્યદર્શનના ભટ્ટ નરોત્તમકૃત લક્ષ્યસંગ્રહ ઉપર રત્નશેખરસૂરિકૃત ટીકા હોવાના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. યોગદર્શનની સુપ્રસિદ્ધ કૃતિ યોગસૂત્ર ઉપર ઉપાધ્યાય યશોવિજ્યજી મ.સા.એ લઘુ ટીકા રચેલી છે જે પ્રકાશિત થયેલ છે.
વૈશેષિક દર્શનના પદાર્થોની વિવેચના કરનાર શિવાદિત્યની સપ્તપદાથી નામની કૃતિ ઉપર જિનવર્ધન સૂરિની ટીકા અને અન્ય પાંચ વિવરણો પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત શ્રીધરકૃત ન્યાયકંદલી અને ભાસર્વજ્ઞકૃત. નાયભૂષણ અપરનામ ન્યાયસાર ઉપર જૈનાચાર્યોએ ટીકાઓ રચેલી છે. ન્યાયદર્શનના પ્રસિદ્ધ ગ્રંથ ન્યાયસૂત્ર ઉપર શ્રીકંઠની વૃત્તિ છે અને તે ઉપર અભયતિલક ગણિ કૃત પંચપ્રસ્થન્યાયતર્ક વ્યાખ્યા નામની ટીકા રચાયેલી છે. આ ઉપરાંત અન્નભટ્ટ કૃત તર્કસંગ્રહ ઉપર કર્મચંદ્ર કૃત પદાર્થબોધિની, ક્ષમાકલ્યાણકૃત ફેમિકા, કર્મયતિત ટીકા તથા એક અજ્ઞાત કé ટીકા ઉપલબ્ધ થાય છે.
તર્ક ભાષા આગળ જણાવ્યું તેમ કેશવમિશ્રની કૃતિ છે. તેના ઉપર પ્રસ્તુત