________________
૧૩૫
તર્કભાષા વાર્તિકમ્ શંકાકાર : કેવલવ્યતિરેકી સાધ્ય કયાંક પ્રસિદ્ધ છે કે અપ્રસિદ્ધ ? જો પ્રસિદ્ધ હોય તો કેવલવ્યતિરેકીત્વનો ભંગ થઈ જશે. અપ્રસિદ્ધ હોય તો અપ્રસિદ્ધ વિશેષણનું કલંક કેવલ વ્યતિરેકીત્વને લાગી જશે.
સમાધાન :- ભાઈ એમ નથી. કારણ કે અપ્રસિદ્ધ વિશેષણ તેનું ભૂષણ છે પણ દૂષણ નથી.
શંકાકાર :- જો એમ હોય તો સસલાના શિંગડાનો પણ ઉલ્લેખ કરો. ઉલિખિતમાં સમાવેશ થવાથી. જે એ પ્રમાણે ઉલ્લેખિત નથી, તે એ પ્રમાણે પ્રસિદ્ધ હોતું નથી, જેમ આકાશ, ઈત્યાદિ પણ સાધ્યસિદ્ધિ થશે.
સમાધાન :- એમ નથી, વિપક્ષમાં બાધક તર્ક સાહિત્ય-સદ્ભાવ અને રાહિત્ય-અસદ્ભાવથી સાધ્યની સિદ્ધિ/અસિદ્ધિ બંધ બેસતી બને છે. જીવતા શરીરમાં જેવા પ્રાણાદિ દેખાયું છે તેવા પ્રાણાદિ વિપક્ષભૂત ઘટાદિમાં પણ વિદ્યમાન હોત તો દેખાત પણ દેખાતા નથી, એવા બાધક તર્કનો સદ્ભાવ છે, માટે જીવતા શરીરમાં આત્મા હોવો જોઈએ. જ્યારે શશશૃંગનો પ્રત્યક્ષબાધ છે માટે વિપક્ષમાં બાધકતર્ક સંભવી શકતો નથી. લક્ષણ પાણ કેવલવ્યતિરેકી હેતુ સ્વરૂપ હોય છે. કારણ કે લક્ષણ પક્ષ (લક્ષ્ય) સિવાય અન્યત્ર અવિદ્યમાન જ હોય છે. જેમ પૃથ્વીનું લક્ષણ ગંધવસ્વ. અથવા વ્યાવૃત્તિનો વ્યવહાર લક્ષણનું પ્રયોજન છે. જેમકે ગાય બીજાથી અલગ છે, સાસ્નાદિવાળી હોવાથી. જ્યાં ઈતરભેદનો અભાવ હોય ત્યાં સાસ્નાદિમત્ત્વનો અભાવ હોય છે, જેમકે ઘોડો; પણ જ્યાં સાસ્નાદિમજ્ય હોય ત્યાં ઈતરભેદત્વ હોય, જેમકે “અમુક સાસ્નાદિવાળું છે,” એવું અન્વય દુષ્ટાન્ત નથી કારણ કે દરેક ગાય પક્ષરૂપે છે. અથવા વ્યાવૃત્તિનો વ્યવહાર વિવાદાસ્પદ વસ્તુને અન્યથી અલગ પાડી એક પદાર્થ તરીકે સુનિશ્ચિત કરી આપે છે..
વિવાદાસ્પદં પૃથિવીતિ વ્યવહર્તવ્યમ્ - ‘વિવાદાસ્પદવસ્તુ, તે પૃથ્વી છે” એમ કહેવું જોઈએ.'
જેમકે - વિવાદાસ્પદ આ લાકડુ વિ. પૃથ્વી છે કે પાણી છે ? ત્યારે નૈયાયિકે કહ્યું આ લાકડુ વિ. પૃથ્વી છે કારણ કે તે ગંધયુક્ત છે. જેને પૃથ્વી તરીકે જાણવામાં | ઓળખાવવામાં નથી આવતી તે (વસ્તુ) ગંધયુક્ત નથી, જેમ – પાણી. એ પ્રમાણે જે ઈતરથી અલગ પડતું નથી તે વિવાદસ્પદ નથી.