________________
૧૩૩
તર્કભાષા વાર્તિક, સિદ્ધ થતો નથી. માટે જીવત્ શરીરને પક્ષ બનાવ્યો. શરીરવયવનો પણ પક્ષમાં સમાવેશ કરવો, નહિ તો શરીરવયવમાં સાત્મક સાધ્યની નિશ્ચય દશામાં અન્વય વ્યાપ્તિ પણ બની જશે. કારણ કે શરીરવયવમાં પ્રાણાદિનું સત્ત્વ છે. પ્રાણાદિ અહીં આદિ શબ્દથી શ્વાસોશ્વાસ, નિમેષ ઉન્મેષ જીવન, મનોગતિ, ઈન્દ્રિય, અંતર વિકારો, સુખ દુઃખ, ઈચ્છા, દ્વેષ પ્રયત્ન,(વગેરે) આત્માના લિંગો લેવાના છે.
પ્રયોગનો પ્રકાર દશવિ છે. '
તથાઈતિ આદિના - જીવન્શરીર ઇત્યાદિ પ્રયોગથી દેહથી અતિરિક્ત આત્માને નહિ માનનાર ચાર્વાકને પ્રતિ દેહાતિરિત આત્મા સિદ્ધ કરાય છે. શરીર માત્રને પક્ષબનાવતા મૃત શરીરમાં ભાગાસિદ્ધિ થાય છે, કારણ કે મૃતશરીર પણ શરીર રૂપે હોય છે પણ તે પ્રાણાદિવાળું નથી, જ્યારે જીવતાપ્રાણીનું શરીર પ્રાણાદિવાળું છે, તેમ પક્ષના અમુકભાગમાં હેતુ રહેતો નથી. એથી જીવત્ કહ્યું. ____ननु धूमाऽनुमाने महानसवनिश्चितसाध्यो नास्ति, सर्वस्य जीवच्छरीरस्य पक्षकुक्षिनिक्षिप्तत्वात् । दृष्टान्ते धर्मिणि दृष्टो धर्मस्तद्व्याप्तेन हेतुना पक्षे विधीयते, विपक्षे वा साध्यनिवृत्त्या, साधननिवृत्तिरत्र तु सात्मकत्वं प्राणादिमत्त्वव्यापकत्वेन कापि न दृष्टमतः कथं जीवच्छरीरे प्राणादिमत्त्वेन सात्मकत्वसिद्धिः ? कथं च घटादिषु सात्मकत्वनिवृत्त्या प्राणादिमत्त्वनिवृत्तिः ? इति चेदुच्यते लौकिकपरीक्षकाणां यस्मिन्नर्थे बुद्धिसाम्यं स दृष्टान्त इति । घटादिषु नैरात्म्यमप्राणादिमत्त्वं चेत्यस्मिन्नर्थे सर्वसम्प्रतिपत्तिरस्त्यतः कथङ्कारं नायं વૃદન્તઃ ? ૧, ર વષ્યતિરેકતિ |
શંકાકારે - ધૂમ અનુમાનમાં “રસોડાની જેમ” એવું નિશ્ચિત સાધ્ય અહીં નથી, કારણ કે સર્વ જીવતા શરીરને પક્ષની કુક્ષિમાં નાંખેલા છે. દષ્ટાન્ત સ્વરૂપ - ધર્મિમાં દેખાયેલ ધર્મ, તેનાથી વ્યાપ્ત હેતુ દ્વારા તેનુ - સાધ્યનું પક્ષમાં વિધાન કરાય છે કે વિપક્ષમાં સાધ્યની નિવૃત્તિથી સાધનની નિવૃત્તિ થાય છે. અહીં તો સાત્મકત્વ પ્રાણાદિમત્ત્વનું વ્યાપક હોવાથી પક્ષ સિવાય બીજે ક્યાંય પણ દેખાયું નથી. એથી જીવશરીરમાં પ્રાણાદિમત્ત્વથી સાત્મકત્વની સિદ્ધિ કેવી રીતે થાય? અને ઘટાદિમાં સાત્મત્ત્વની નિવૃત્તિથી પ્રાણાદિમત્ત્વની નિવૃત્તિ કેવી રીતે થાય?